બૉમ્બે ટુ ગોવા

શ્રદ્ધા કપૂર તેની ફૅમિલી સાથે ગયા અઠવાડિયે બે ઘર જોવા માટે ગોવા ગઈ હતી જેમાંથી તેઓ એક ફાઇનલ કરશે

shraddha

shraddha1

ઉપાલા કેબીઆર

શ્રદ્ધા કપૂર પરિવાર સાથે ગયા અઠવાડિયે તેમના નવા ઘરની ડીલ ફાઇનલ કરવા માટે ગોવા ગઈ હતી. તેઓ છેલ્લા એક વર્ષથી ગોવામાં ઘર શોધી રહ્યા છે. તેમણે વાગાતોર બીચ પર એક ઘર પસંદ કર્યું હતું, પરંતુ એ ડીલ કૅન્સલ થતાં તેમણે નવા ઘરની શોધખોળ ચાલુ રાખી હતી. શ્રદ્ધા તેનાં મમ્મી-પપ્પા અને ભાઈ સાથે ગયા અઠવાડિયે ગોવા ગઈ હતી. તેમને લોકેશન સાથે કોઈ લેવા-દેવા નથી. બીચ-વ્યુ ધરાવતું ઘર મળે કે ન મળે એની તેમને કોઈ ચિંતા નથી. તેમને એવું ઘર જોઈએ છે જેમાંથી તેમને પૉઝિટિવ એનર્જી મળે તેમ જ ઘરની આસપાસનો એરિયા ડેવલપ અને સેફ હોય. શ્રદ્ધાની ફૅમિલીમાં ફક્ત શક્તિ કપૂરે જ એ વાતની પુષ્ટિ કરી છે કે તેઓ ગયા અઠવાડિયે ઘર જોવા માટે ગોવા ગયા હતા. તેમને સાઉથ ગોવામાં એક ત્રણ બૅડરૂમ-હૉલ-કિચનનું ઘર પસંદ પડ્યું છે, પરંતુ શિવાંગી કપૂરને નૉર્થ ગોવામાં ઘર લેવું છે. તેમને નૉર્થ ગોવામાં પણ એક ઘર ગમ્યું છે એટલે તેઓ બેમાંથી કયું ઘર લેવું એનો વિચાર કરી રહ્યા છે. શ્રદ્ધા અને તેનો પરિવાર સતત વ્યસ્ત હોવાથી તેમને એવું ઘર જોઈએ છે જેને સહેલાઈથી મેન્ટેઇન કરી શકાય. તેમને એ ઘરને રિનોવેટ પણ નથી કરવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy