એકસાથે ઘણાં પાત્રો પર કામ કરવાનું પસંદ છે શ્રદ્ધા કપૂરને

ફિલ્મ ‘સ્ત્રી’ના પ્રમોશનમાં બિઝી શ્રદ્ધા કપૂરનું કહેવું છે કે એકસાથે અલગ- અલગ ભૂમિકાઓ ભજવવી તેને ગમે છે, કારણ કે એક પર્ફોર્મર બનવામાં તેને એ મદદ કરે છે.

shraddha

શ્રદ્ધાના હાથમાં અનેક ફિલ્મો છે. ફિલ્મ ‘સ્ત્રી’ અને ‘બત્તી ગુલ મીટર ચાલુ’ એક પછી એક રિલીઝ થવાની છે. આ ફિલ્મ બાદ તે ‘સાહો’માં પ્રભાસ સાથે જોવા મળવાની છે, જેના શૂટિંગમાં તે હાલ બિઝી છે. બીજી તરફ બૅડ્મિન્ટન પ્લેયર સાઇના નેહવાલની બાયોપિકમાં પણ શ્રદ્ધા ચમકવાની છે. આ ફિલ્મ માટેની તૈયારીઓ પણ તે પુરજોશમાં કરી રહી છે. આ માટે શ્રદ્ધા કપૂર હાલમાં અલગ-અલગ પાત્રો પર કામ કરી રહી છે. પોતાના આ મલ્ટિટાસ્કને લઈને શ્રદ્ધા કપૂરે કહ્યું હતું કે ‘એકસાથે અનેક ફિલ્મોમાં કામ કરવું અઘરું બની જાય છે. આ કારણે સતત તમારા પર પ્રેશર આવે છે, પરંતુ એ તમને વિવિધ પાત્રો સાથે તાલમેલ બેસાડવામાં મદદ પણ કરે છે. એક પાત્રમાંથી બ્રેક લેવાથી બીજા પાત્રમાં ખૂબ જ મદદ મળે છે. એક જ સમયે હું એક જ પાત્ર વિશે વધુ વિચારવા નથી માગતી, કારણ કે એ માનસિક રીતે ખૂબ જ થકવી દે છે. તમે આજે એક પાત્ર ભજવો છો તો બીજા દિવસે બીજું પાત્ર ભજવશો. એક કલાકાર તરીકે આ એક લાભ મળે છે કે અમે અન્ય વ્યક્તિના જીવનને સાકાર કરીએ છીએ.’

શ્રદ્ધા કપૂરે પોતાની ફિલ્મી કરીઅરમાં વિભિન્ન પાત્રો ભજવ્યાં છે. આ વિશે શ્રદ્ધા કપૂરે કહ્યું હતું કે ‘ફિલ્મ ‘હસીના પારકર’માં મને અલગ પાત્ર ભજવવાનો અવસર મળ્યો હતો. ‘સ્ત્રી,’ ‘બત્તી ગુલ મીટર ચાલુ’ અને સાઇના નેહવાલની બાયોપિક આ ત્રણેય ફિલ્મો એકબીજાથી અલગ છે. હું ખુશ છું કે મેકર્સે મને આવાં હટકે પાત્રો આપ્યાં છે.’

‘હસીના પારકર’ને લઈને શ્રદ્ધાને એના પર ખૂબ જ ગર્વ છે, પરંતુ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળતાને લઈને તે દુ:ખી થઈ ગઈ હતી. આ વિશે વધુ જણાવતાં શ્રદ્ધા કપૂરે કહ્યું હતું કે ‘ઘણા લોકોએ આ ફિલ્મ ટીવી પર જોઈ છે અને નવાઈની વાત એ છે કે તેઓ થિયેટરમાં કેમ ન ગયા? હું સફળતા અને નિષ્ફળતાને મારા પર હાવી નથી થવા દેતી. સફળતા અને નિષ્ફળતા દરેકે જોવાની જ છે. હું ફક્ત અથાક પરિશ્રમ કરીને મારો પર્ફોર્મન્સ બેસ્ટ આપવાના પ્રયાસ કરી શકું છું.’

સાઇના નેહવાલની બાયોપિક અમોલ ગુપ્તે ડિરેક્ટ કરવાના છે. આ વિશે માહિતી આપતાં શ્રદ્ધા કપૂરે કહ્યું હતું કે ‘આ એક ફિઝિકલી ડિમાન્ડિંગ ફિલ્મ છે, પરંતુ આ એક પ્રેરણાદાયી ફિલ્મ રહેશે. હું ખુશનસીબ છું કે આ ફિલ્મ મારા ભાગે આવી. ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ થશે. હાલમાં અમે એની તૈયારીઓ કરી રહ્યા છીએ. બૅડ્મિન્ટન રમવું અને આ ગ્રેટ સ્ટોરીને પડદા પર સાકાર કરવી મારા માટે ખૂબ મોટી વસ્તુ છે.’

બૅડ્મિન્ટનની પ્રૅક્ટિસથી તે શું આ ગેમમાં કુશળ બની ગઈ છે એ વિશે પૂછતાં શ્રદ્ધાએ કહ્યું હતું કે ‘આ ગેમમાં એકદમ કુશળ થઈ ગઈ કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું રમવાનો પ્રયાસ કરું છું. આ વિશ્વની બીજી સૌથી અઘરી સ્પોટ્ર્સન છે. આ સરળ નથી.’

પ્રભાસ સાથેની ‘સાહો’માં તે પોતાના સ્ટન્ટ પોતે જ કરવા માગે છે. આ વિશે વધુ જણાવતાં શ્રદ્ધાએ કહ્યું હતું કે ‘આ અઘરું તો છે, પરંતુ હું મારા સ્ટન્ટ પોતે જ કરવા માગું છું. જો એવા કોઈ સ્ટન્ટ હોય જેને કરવામાં હું સક્ષમ ન હોઉં તો બૉડી-ડબલનો ઉપયોગ કરીશ. જવાબદાર બનવું જરૂરી છે.

ક્યારેક હું એક્સાઇટેડ થઈ જાઉં છું અને પાત્રમાં ઓતપ્રોત થઈ જાઉં છું, પરંતુ પ્રોફેશનલ્સને જાણ હોય છે કે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. મને જે કહેવામાં આવે છે એ હું કરું છું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK