ડિરેક્ટર ટૅલન્ટેડ છે કે નહીં એ ફિલ્મોની સફળતા કે નિષ્ફળતાના આધારે નક્કી ન કરી શકાય : શાહિદ

શાહિદ કપૂરનું માનવું છે કે ડિરેક્ટરની ટૅલન્ટને તેની ફિલ્મોની સફળતા કે નિષ્ફળતાના આધારે આંકવી યોગ્ય નથી.

shahid

શાહિદે ઘણા ડિરેક્ટર્સ સાથે કામ કર્યું છે અને તેની ‘બત્તી ગુલ મીટર ચાલુ’માં તેણે શ્રીનારાયણ સિંહ સાથે કામ કર્યું છે. શ્રીનારાયણ સિંહે અગાઉ ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ને ડિરેક્ટ કરી હતી. વ્યક્તિની ટૅલન્ટને લઈને શાહિદ કપૂરે પોતાના વિચાર માંડતાં કહ્યું હતું કે ‘મારા મતે ટૅલન્ટને કોઈની પણ સિદ્ધિઓના આધારે નક્કી ન કરવી જોઈએ, કારણ કે ફિલ્મની સફળતાને કથાકારની સાથે કોઈ સંબંધ નથી. એક ફિલ્મમેકરે એક પછી એક એમ બે કમર્શિયલ સફળ ફિલ્મો આપી હોય અને બીજી તરફ તેની સરખામણીએ કોઈ નવોદિત ડિરેક્ટર હોય તો એનો મતલબ એમ નથી કે તે ઓછો ટૅલન્ટેડ છે. આથી હું જ્યારે પણ કોઈ ડિરેક્ટર સાથે કામ કરું છું ત્યારે એ વાત પર ધ્યાન નથી આપતો કે તેની છેલ્લી ફિલ્મ કેટલી સફળ રહી હતી. આ તમામ ક્રીએટિવ લોકો માટે છે જેઓ ક્યારેક પોતાના કામમાં બેસ્ટ હોય છે તો ક્યારેક ઊણા ઊતરે છે, પરંતુ એનાથી ટૅલન્ટને કોઈ જ લેવાદેવા નથી. એક કલાકાર તરીકે જ્યારે હું ફિલ્મ કરવાનું નક્કી કરું છું ત્યારે હું સારું પફોર્મ કરવાનો પ્રયાસ કરું છું.’

શાહિદ કપૂર પિતા બન્યો ત્યારથી પોતાના કરતાં પરિવાર પર વધુ ધ્યાન આપે છે

શાહિદ કપૂરનું કહેવું છે કે તે જ્યારથી પિતા બન્યો છે ત્યારથી પોતાના પર ઓછું અને તેની ફૅમિલી પર વધુ ધ્યાન આપે છે. શાહિદની પત્ની મીરાએ ૨૦૧૬ની ૨૬ ઑગસ્ટે દીકરી મિશાને જન્મ આપ્યો હતો. મીરા ફરી પ્રેગ્નન્ટ છે અને શાહિદ બહુ જલદી બીજા બાળકનો પપ્પા બનવાનો છે. શાહિદનું કહેવું છે કે એક કલાકાર તરીકે પોતાના પરથી ધ્યાન હટાવવું અશક્ય છે, પરંતુ પિતા બનવાથી ભરપૂર પરિવર્તન આવ્યું છે. આ વિશે વધુ જણાવતાં શાહિદે કહ્યું હતું કે ‘પિતા બન્યા બાદ મારી અંદર એક વ્યક્તિ તરીકે ભરપૂર બદલાવ આવ્યો છે. મારી પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે. મારું માનવું છે કે એક ઍક્ટર તરીકે તેઓ સૌથી પહેલાં પોતાને ખૂબ જ પ્રેમ કરે છે, પરંતુ હું હવે મારા પર ધ્યાન નથી આપતો. હું કોઈ પણ વસ્તુને અલગ દૃષ્ટિકોણથી જોવામાં હવે વધુ માનું છું. હું પરિપક્વ છું અને હવે વધુ સમજુ બની ગયો છું. હું હવે ફક્ત એક ઍક્ટર નથી રહ્યો. મારો પરિવાર અને બાળકો છે. મારે મારાં બાળકોના ઉછેરમાં સહભાગી થવું છે. મારે તેમની સાથે જેમ બને એમ વધુ સમય પસાર કરવો છે. પેરન્ટ્સ બનવાનો અનુભવ ખૂબ જ સુંદર અને જીવનમાં પરિવર્તન લાવનાર છે.’

ફિલ્મનાં બધાં પાસાં પર ધ્યાન આપે છે શાહિદ કપૂર

શાહિદ કપૂરનું કહેવું છે કે તે માત્ર સ્ક્રિપ્ટ પર જ નહીં, પરંતુ ફિલ્મ કયા પ્રકારે આગળ વધી રહી છે એના પર પણ ધ્યાન આપે છે. શાહિદને પૂછવામાં આવ્યું હતું કે પોતાના અનુભવના આધારે સ્ક્રિપ્ટને આંકવામાં પરિવર્તન આવ્યું છે? આ વિશેના જવાબમાં શાહિદ કપૂરે કહ્યું હતું કે ‘હા, હું હવે માત્ર સ્ક્રિપ્ટ પર જ ધ્યાન નથી આપતો. હું ફિલ્મ બન્યા બાદ લોકોને પસંદ પડશે કે નહીં એના પર પણ ધ્યાન આપું છું. ફિલ્મમેકિંગનાં બધાં પાસાંને પણ નિહાળું છું જેથી એક ગ્રેટ ફિલ્મ બની શકે. માત્ર સારી સ્ટોરીના આઇડિયાથી ફિલ્મ સારી ન બની શકે. એને બનાવવાની એક ખાસ પ્રોસેસ હોય છે. સાથે જ હું એ પણ જોઉં છું કે ફિલ્મ સારા ડિરેક્ટરના હાથમાં હોય.’

મલ્ટિસ્ટારર ફિલ્મમાં કામ કરવાનો કોઈ પ્રૉબ્લેમ નથી શાહિદને

શાહિદ કપૂર મલ્ટિસ્ટારર ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર છે.

તેણે ‘પદ્માવત’માં રણવીર સિંહ સાથે કામ કર્યું હતું અને આવી અન્ય ફિલ્મમાં પણ કામ કરવા માટે તે તૈયાર છે. મોટા ભાગે ઍક્ટર્સ આવી ફિલ્મો કરવાનું ટાળે છે, કારણ કે તેમને ડર હોય છે કે અન્ય હીરોના પાત્રને વધુ મહત્વ આપવામાં આવશે. જોકે આ વિશે પૂછતાં શાહિદે કહ્યું હતું કે ‘હકીકત એ છે કે હું દરેક ફિલ્મમાં મારા લુકને સંપૂર્ણ રીતે બદલી કાઢું છું, કારણ કે હું જ્યારે પણ કોઈ ફિલ્મ સાઇન કરું ત્યારે એમાં પૂરોપૂરો ઓતપ્રોત થઈને પૂરી એનર્જીથી કામ કરું છું. માત્ર ચાર-પાંચ દૃશ્ય માટે મારા લુકને બદલવો યોગ્ય નથી. જોકે હું મલ્ટિસ્ટારર ફિલ્મમાં ઇન્ટરેસ્ટિંગ રોલ કરવા માટે તૈયાર છું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK