શાહિદના દીકરાનું નામ રાખવામાં આવ્યું ઝૈન

શાહિદ કપૂરે તેના દીકરાનું નામ ઝૈન રાખ્યું છે. આ એક અરેબિક નામ છે જેનો મતલબ શ્રેષ્ઠ અને સુંદર થાય છે.

shahid

શાહિદને ત્યાં બુધવારે રાતે દીકરાએ જન્મ લીધો હતો. તેને બે વર્ષની દીકરી છે, જેનું નામ મિશા છે. મિશા મીરા રાજપૂત અને શાહિદના પહેલા અક્ષરને લઈને બનાવવામાં આવ્યું હતું. આ નામ શાહિદની મરજીથી રાખવામાં આવ્યું હતું. મીરાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ બાળકનું નામ તે રાખશે અને તેણે આ નામ રાખ્યું હોય તો નવાઈ નહીં. આ નામની જાહેરાત કરતાં શાહિદે ટ્વીટ કર્યું હતું કે ‘ઝૈન કપૂર આવી ગયો છે અને મારું ફૅમિલી કમ્પ્લીટ થયું છે. તમારી શુભેચ્છાઓ માટે આભાર. અમે ખૂબ જ ખુશ છીએ અને તમારા આભારી પણ છીએ. તમને તમામને મારા તરફથી ઘણોબધો પ્રેમ.’

ફાઇનલી ટ્વિટર પર પાછો ફર્યો શાહિદ

શાહિદ કપૂરના ટ્વિટર અકાઉન્ટને રિકવર કરી લેવામાં આવ્યું છે. ગુરુવારે સાંજે તેનું ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર અકાઉન્ટ હૅક કરવામાં આવ્યું હતું. આ અકાઉન્ટને ટર્કિશ હૅકર્સના ગ્રુપ દ્વારા હૅક કરવામાં આવ્યું હતું. તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ગુરુવારે રાતે જ રિકવર કરવામાં આવ્યું હતું, પરંતુ ટ્વિટર અકાઉન્ટને રિકવર કરવામાં મુશ્કેલી પડી રહી હતી. જોકે ગઈ કાલે તેના ટ્વિટરને પણ રિકવર કરવામાં આવ્યું હતું. આ વિશે માહિતી આપતાં શાહિદે ટ્વીટ કર્યું હતું કે ‘ફાઇનલી હું ટ્વિટર પર આવી ગયો છું. એને હૅક કરવામાં આવ્યુ હતું. છેલ્લા ચોવીસ કલાકમાં મારા અકાઉન્ટ સાથે કોઈ પણ વાતચીત કરવામાં આવી હોય તો એને નજરઅંદાજ કરવા વિનંતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK