શાહિદ કપૂર આ વખતે ફક્ત એક અઠવાડિયાની પૅટર્નિટી લીવ લેશે

૨૦૧૬માં મિશાના જન્મ વખતે તેણે બે-ત્રણ મહિનાની છુટ્ટી લીધી હતી

shahid

સોનિલ દેઢિયા

શાહિદ કપૂર ïફક્ત એક અઠવાડિયાની પૅટર્નિટી લીવ લેશે. શાહિદે ૨૦૧૫માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યાં હતાં અને ૨૦૧૬માં તેને ત્યાં મિશાએ જન્મ લીધો હતો. મિશાના જન્મ વખતે શાહિદે બે-ત્રણ મહિનાની લીવ લીધી હતી, પરંતુ તેના બીજા બાળકના જન્મ દરમ્યાન તેને એટલી લીવ મળી શકે એમ નથી. તે હાલમાં ‘બત્તી ગુલ મીટર ચાલુ’ના પ્રમોશનમાં અને ‘અર્જુન રેડ્ડી’ની તૈયારીમાં વ્યસ્ત છે. આ વિશે જણાવતાં શાહિદે કહ્યું હતું કે ‘મિશાના જન્મ વખતે મેં બે-ત્રણ મહિનાનો બ્રેક લીધો હતો. આ વખતે પણ મેં એક મહિનાનો બ્રેક માગ્યો હતો, પરંતુ મને ફક્ત એક અઠવાડિયાની જ લીવ મળી છે. આ ખૂબ જ ટૂંકો બ્રેક છે, પરંતુ સંજોગો જ એવા છે.’

જુદા-જુદા ફીલ્ડમાં પૅટર્નિટી લીવ જુદી-જુદી હોય છે અને એ વિશે શાહિદ કહે છે કે ‘હું સેલ્ફ-એમ્પ્લૉય્ડ હોવાથી મારી પાસે વધુ ફ્રીડમ છે. હું અમુક ચોક્કસ સમય માટે કામ કરવા ન માગતો હોઉં તો હું એ કરી શકું છું. લાઇફને બૅલૅન્સ રાખવી જરૂરી છે.’

શાહિદ પહેલાં ખૂબ જ કામ કરતો હતો, પરંતુ મીરા અને મિશાના આવ્યા બાદ તેની ફિલ્મો ઓછી થઈ ગઈ છે. આ વિશે પૂછતાં શાહિદે કહ્યું હતું કે ‘હું પંદર વર્ષનો હતો ત્યારથી હું કામ કરી રહ્યો છું. મારી મમ્મી (નીલિમા અઝીમ) સિંગલ પેરન્ટ હતી અને હું સૌથી મોટો દીકરો હતો. આ કારણસર મારી વિચારસરણી એ જ હતી કે મારે પૈસા કમાવવા જ પડશે. જોકે મને હવે એ વાતનો એહસાસ થયો છે કે લાઇફને એન્જૉય કરવી પણ જરૂરી છે. તમારે પ્રામાણિકતાથી કામ કરવું જરૂરી છે અને એ સાથે જ તમારી ફૅમિલીની ડિમાન્ડ પણ પૂરી કરવી રહી. આ કારણથી જ હું એક સમયે હવે એક ફિલ્મ કરું છું.’

shahid

બૉક્સર ડિંગ્કો સિંહની બાયોપિકમાં દેખાશે શાહિદ

શાહિદ કપૂર જલદી જ એશિયન ગેમ્સમાં ભારત માટે બૉક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતનાર ડિંગ્કો સિંહના પાત્રમાં જોવા મળશે. આ બાયોપિકને રાજા ક્રિષ્ન મેનન ડિરેક્ટ કરવાનો છે, જેણે અગાઉ ‘ઍરલિફ્ટ’ અને ‘શેફ’ બનાવી હતી. ડિંગ્કો સિંહના જીવન પર પ્રકાશ પાડતાં શાહિદ કપૂરે કહ્યું હતું કે ‘આ સ્ટોરી મને એટલા માટે ગમે છે કેમ કે આ એ વીસરાઈ ગયેલા સુપરસ્ટારની છે જેના વિશે આપણે વધુ જાણતા નથી. જો ‘દંગલ’ જેવી ફિલ્મ ન બની હોત તો આપણને હરિયાણાની ફોગાટ બહેનો વિશે જાણવા મળ્યું ન હોત. બૉક્સર ડિંગ્કો કૅન્સર સર્વાઇવર છે, જેને ૧૩ વખત પીડાદાયક કીમોથેરપીમાંથી પસાર થવું પડ્યું હતું. ડિંગ્કોના મત મુજબ ૧૯ વર્ષની વયમાં ૧૯૯૮માં બૅન્ગકૉકમાં એશિયન ગેમ્સમાં મળેલો ગોલ્ડ મેડલ નહીં પરંતુ કૅન્સરને માત આપવી એ તેની મોટી જીત છે. ૨૦૧૭માં ક્રિકેટર ગૌતમ ગંભીરને જ્યારે તેની સ્થિતિ વિશે જાણ થઈ તો તેણે સારવાર માટે પૈસાની મદદ કરી હતી. થોડા સમય બાદ લોકોને પણ તેના વિશે જાણવા મળ્યું હતું અને ૧૩ ડૉક્ટરો તેની સારવાર માટે આગળ આવ્યા હતા. આ એક સ્પોર્ટ્સસ્ટાર છે જે કૅન્સર પર જંગ જીત્યો છે. નોંધનીય છે કે ભૂતકાળમાં તે નક્સલવાદી પણ બન્યો હતો. તેની સ્ટોરી ખૂબ ક્રેઝી છે, જે ખરેખર પ્રેરણાદાયી પણ છે. આવા અદ્ભુત હીરોઝની સ્ટોરીઝને લોકો સુધી પહોંચાડવી ખૂબ જરૂરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK