એક કલાકાર તરીકે તમે હંમેશાં એકલા જ રહો છો : શાહિદ કપૂર

શાહિદ કપૂરનું કહેવું છે કે પ્રસિદ્ધિ અને ગ્લૅમર લોકોને સપના જેવું લાગશે, પરંતુ એક ઍક્ટર હંમેશાં એકલતા અનુભવતો હોય છે.

shahid

તેનું માનવું છે કે એકલતાપણા અને ઇમોશનલ સમયને કારણે પણ તેનો પર્ફોર્મન્સ સારો રહે છે. આ વિશે વધુ જણાવતાં શાહિદ કપૂરે કહ્યું હતું કે ‘એક કલાકાર તરીકે તમે હંમેશાં એકલતા અનુભવો છો. તમે હંમેશાં સ્પૉટલાઇટથી ઘેરાયેલા રહેતા હોવાથી લોકો એ જુએ છે, પરંતુ તમે જ્યારે પોતાના માટે સમય ફાળવી રહ્યા હો ત્યારે તમે એકલતા અનુભવો છે અને એ લોકોને નથી દેખાતું. આ એક પર્સનલ જર્ની છે. હું માનું છું કે પર્ફોર્મન્સ આપતી વખતે પણ આવું કંઈક ઇમોશનલ યાદ આવે છે અને એનાથી પર્ફોર્મન્સ સારો બની જાય છે. કલાકાર ભાવનાને વ્યક્ત કરે છે તેથી દિલમાં જે લાગણી હોય એ જ બહાર આવે છે. હું એને ક્રમબદ્ધ ગોઠવવાનું શીખ્યો છું, જે લાંબા ગાળાની કરીઅર માટે ખૂબ જરૂરી છે. આમ તો આ અસ્થિર પ્રકારની જૉબ છે. તમારે સતત ઉતાર-ચડાવનો સામનો કરવો પડે છે. તેથી તમારા માટે કયું યોગ્ય સ્થાન છે એ શોધીને એને જાળવી રાખવું પડે છે.’

શાહિદ કહે છે કે ઍક્ટર બનવા માટે સ્વાર્થી બનવું ખૂબ જરૂરી છે

શાહિદ કપૂરનું કહેવું છે કે ઍક્ટર બનવા માટે સ્વાર્થી બનવું ખૂબ જ જરૂરી છે. તે માને છે કે ઍક્ટર સ્વાર્થી બને તો જ તે વધુ સારો પર્ફોર્મન્સ આપી શકે છે. આ વિશે વધુ જણાવતાં શાહિદ કપૂરે કહ્યું હતું કે ‘જો તમારે તમારા કામમાં એક્સપર્ટ બનવું હોય તો એના માટે સમય આપવો પડશે. તમારો સમય અને તમારી ઇચ્છા તમે જે બનવા માગો છો એ માટે ખૂબ મહત્વ રાખે છે. મારા મતે લક્ષ્ય સાધવા માટે થોડા સ્વાર્થી બનવું પડે અને એના પ્રત્યે પ્રામાણિક પણ રહેવું પડે.’

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ટૅલન્ટ પુરવાર કરવા માટે ઘણા ચાન્સ મળે છે : શાહિદ કપૂર

શાહિદ કપૂરનું કહેવું છે કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કોઈને પણ પોતાની ટૅલન્ટ સાબિત કરવા માટે ઘણા ચાન્સ મળે છે. શાહિદ કપૂરે તેની કરીઅરની શરૂઆતમાં ‘ઇશ્ક વિશ્ક’, ‘ફિદા’ અને ‘વિવાહ’ જેવી ફિલ્મો કરી હતી. આ ફિલ્મોને કારણે તેને રોમૅન્ટિક હીરો તરીકે ઓળખવામાં આવતો હતો. જોકે ‘કમીને’, ‘હૈદર’, ‘ઉડતા પંજાબ’ અને ‘પદ્માવત’ જેવી ફિલ્મોને કારણે તેની ગણતરી હવે એક અદ્ભુત ઍક્ટરમાં કરવામાં આવી રહી છે. શાહિદ કપૂરની કરીઅરમાં તેની ફિલ્મોની પસંદગી એકદમ વિપરીત રહી છે, પરંતુ તે હવે ફક્ત સારી કન્ટેન્ટવાળી ફિલ્મો પર ધ્યાન આપી રહ્યો છે. આ વિશે વધુ જણાવતાં શાહિદે કહ્યું હતું કે ‘હું જ્યારે પાછળ ફરીને મારી કરીઅરને જોઉં છું તો હું વિચારું છું કે વાઉ! મેં કેટલી બધી ખરાબ ફિલ્મો કરી છે અને વાઉ! કેટલીક સારી મૂવીઝ પણ મેં કરી છે. આ તમામ ફિલ્મો મિક્સ થઈ ગઈ હતી, એક પછી એક આવી હતી. આ ખૂબ ક્રેઝી હતું, કારણ કે એ ફિલ્મો એકબીજાથી વિપરીત હતી. છેલ્લાં ચાર-પાંચ વર્ષથી હું એ જ પ્રયાસ કરું છું કે સારી કન્ટેન્ટવાળી ફિલ્મ બનાવવામાં આવે. મારી કરીઅરની શરૂઆતનાં દસ વર્ષમાં હું ફક્ત શીખી રહ્યો હતો અને ભવિષ્યમાં પણ શીખતો જ રહીશ. હું જીવનભર શીખતો રહીશ, પરંતુ હવે હું થોડો સજાગ બન્યો છું અને મારી ચૉઇસ પણ થોડી સ્થિર થઈ છે. આ અગત્યનું પરિવર્તન છે.’

કરીઅરની શરૂઆતમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો એ વિશે શાહિદ કપૂરે કહ્યું હતું કે ‘હું માનું છું કે નિષ્ફળતાનો સ્વાદ પણ ક્યારેક તો ચાખવો પડશે જ, પરંતુ જરૂરી એ છે કે એ દરમ્યાન તમે શાના પર ધ્યાન આપો છો. ફિલ્મ અને પાત્રની પ્રોસેસ કઈ રીતે સારી થાય અને એ કરવા માટે શું-શું જરૂરી છે એ વિશે ધ્યાન આપવા માટે હું મારી એનર્જીનો ઉપયોગ કરું છું. ઍક્ટરને દરરોજ નવી-નવી તકો મળે છે અને એથી જ તે પોતાની ટૅલન્ટ અનેક વાર સાબિત કરી શકે છે. કોઈને અલગ-અલગ ફિલ્મમેકર્સ સાથે કામ કરવાની તક મળે છે તો કોઈને પોતાની ભૂલ સુધારવાની તક મળે છે. લોકોએ મારી સાથે ખૂબ સારો વર્તાવ કર્યો છે. એવો પણ સમય હતો જ્યારે મેં ખરાબ ફિલ્મો આપી હતી, પરંતુ હું બીજી વાર સારી ફિલ્મો લઈને આવીશ એવું વિચારીને તેઓ થિયેટરની બહાર નીકYયા હતા.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK