મારો સિમ્બા મારી મીનમ્મા સાથે લગ્ન કરી રહ્યો હોવાની ખુશી છે : રોહિત શેટ્ટી

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નને લઈને ખૂબ જ ખુશ છે રોહિત શેટ્ટી

rohit ranveer



રોહિત શેટ્ટીની ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં દીપિકાએ કામ કર્યું હતું અને હવે ‘સિમ્બા’માં રણવીરે કામ કર્યું છે. ‘સિમ્બા’નું શૂટિંગ પૂÊરું થતાં રણવીર સાથેનો ફોટો શૅર કરીને રોહિત શેટ્ટી થોડો ભાવુક બની ગયો હતો. રોહિત શેટ્ટી મોટા ભાગે તેની ફીલિંગ્સ જાહેર નથી કરતો, પરંતુ તેની હિરોઈન અને હીરો લગ્ન કરવાનાં હોવાથી તે ભાવુક થઈ ગયો હતો. આ ફોટો શૅર કરતાં રોહિતે લખ્યું હતું કે ‘૨૦૧૮ની ૬ જૂને આજથી પાંચ મહિના પહેલાં ‘સિમ્બા’ની મુસાફરી શરૂ થઈ હતી અને આજે અમારા સંગ્રામ ભાલેરાવ એટલે કે સિમ્બાની મુસાફરી અહીં પૂરી થાય છે. આજે મારામાં ઘણાં મિક્સ ઇમોશન્સ છે. ‘સિમ્બા’માં અમે પહેલી વાર સાથે કામ કરી રહ્યાં છીએ. આ ફિલ્મમાં અમે ખૂબ જ મસ્તી કરી હતી, ખૂબ જ હસ્યા હતા અને ખૂબ જ સારી-સારી યાદો બની છે. રણવીરને એક ઍક્ટર અને એક વ્યક્તિ તરીકે જાણીને મને ખૂબ જ ખુશી થઈ હતી. તે તેના કામને  લઈને ખૂબ જ મહેનતુ અને પૅશનેટ છે. હું તમને ખાતરી આપું છું કે આજે રણવીર સિંહ જેવો કોઈ સિમ્બા નહીં બની શકે. મારી ટીમ કહે છે કે મારી આ અત્યાર સુધીની સૌથી બેસ્ટ ફિલ્મ છે.


આ પણ વાંચોઃ કેદારનાથને લઈને ઊઠયો છે લવ જેહાદનો વિવાદ


અમે જ્યારે ફિલ્મની શરૂઆત કરી હતી ત્યારે મારા માટે તે એક યુવાન ટૅલન્ટેડ ઍક્ટર હતો, પરંતુ આજે જ્યારે તેણે છેલ્લા દૃશ્યનું શૂટિંગ કર્યું ત્યારે તે મારા માટે એક નાના ભાઈ જેવો બની ગયો છે. મારો આ ભાઈ હવે તેની લાઇફની નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે અને તે પણ રણવીર જેવી ખૂબ જ ચાર્મિંગ અને સુંદર છે. આજે મને શોઑફ કરવાનો ગર્વ છે કે મારો સિમ્બા મારી મીનમ્મા સાથે લગ્ન કરી રહ્યો છે. તેમના સારા ભવિષ્ય માટે હું તેમને શુભેચ્છા પાઠવું છું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK