ગોવિંદાએ તમાચો માર્યો ત્યારે મારી લાઇફ બની ગઈ : રણવીર

રણવીર સિંહ પોતાને ગોવિંદાનો મોટો ફૅન માને છે.

ranveer

રણવીર હાલમાં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’માં વ્યસ્ત છે. આ એક મસાલા ફિલ્મ છે અને ગોવિંદા પણ મસાલા ફિલ્મો માટે જાણીતો છે. ગોવિંદાની પ્રશંસા કરતાં રણવીર સિંહે કહ્યું હતું કે ‘હું ગોવિંદાનો મોટો ફૅન છું. મારા બેડરૂમને મેં ‘રાજા બાબુ’ સ્ટાઇલથી સજાવ્યો છે. મારા બેડરૂમમાં તમામ હૅટ્સ, શૂઝ અને સનગ્લાસિસને મેં અલગ સ્ટાઇલથી સજાવ્યાં છે. ગોવિંદા ઑલ ટાઇમ ગ્રેટ છે. તેઓ પોતાની ઍક્ટિંગથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે.’ 

રણવીર સિંહે ‘કિલ દિલ’માં ગોવિંદા સાથે કામ કર્યું હતું. ગોવિંદાને જિનીયસ જણાવતાં તેમની સાથે કામ કરવાના અનુભવની પ્રશંસા કરતાં રણવીર સિંહે કહ્યું હતું કે ‘મારા માટે ‘કિલ દિલ’ એક ટ્રિપ હતી. અનિલ કપૂર અને ગોવિંદા માટે મને એકસમાન લાગણી છે. તેમની સાથે કામ કરવું ખૂબ જ અદ્ભુત રહ્યું હતું. ગોવિંદાએ જ્યારે ફિલ્મ માટે મને તમાચો માર્યો હતો ત્યારે મને થયું હતું કે મારી લાઇફ બની ગઈ છે.’

રણવીરને પૂછવામાં આવ્યું હતું કે શું ‘સિમ્બા’ જેવી ફિલ્મો કરીને તું તારી ફિલ્મોને અલગ તારવવા માગે છે? આ વિશે રણવીરે કહ્યું હતું કે ‘હું કદાચ અજાણતાં એ કરી રહ્યો હોઉં અને એ સ્વાભાવિક પણ હોઈ શકે, પરંતુ હું જાણી જોઈને એ નથી કરતો. મારા શરૂઆતના દિવસોમાં હું મારા પાત્ર માટે ખૂબ તૈયારીઓ કરતો હતો. મારા પર્ફોર્મન્સમાં તમે એ જોઈ શકો છો. સંજય લીલા ભણસાલીની ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’માં કામ કર્યા બાદ હવે મેં પહેલાં જેવી તૈયારીઓ કરવાનું બંધ કરી દીધું છે. હું હવે ફિલ્મો માટે તૈયારી કરવાની જગ્યાએ જિમમાં જાઉં છું અથવા તો ફિલ્મો જોઉં છું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK