લોકોમાં રાષ્ટ્રભાવનાનો અભાવ હોવાનું માને છે જે. પી. દત્તા

રેફ્યુજી, બૉર્ડર અને LOC કારગિલ જેવી ફિલ્મો બનાવનારા આ ડિરેક્ટર પલટન માટે સજ્જ

J p datta



શાહીન પરકાર

દેશના લોકોને સરહદ પર કેવી રીતે યુદ્ધ લડવામાં આવે છે અને એમાં સૈનિકોને કેવી તકલીફો પડે છે એનું તાદૃશ નિરૂપણ ફિલ્મો દ્વારા કરતા ડિરેક્ટર જે. પી. દત્તા ફરીથી એક વૉર-ફિલ્મ સાથે આવી રહ્યા છે. ૧૯૯૭માં ‘બૉર્ડર’, ૨૦૦૦માં ‘રેફ્યુજી’ અને ૨૦૦૩માં ‘lOC કારગિલ’ બનાવનારા જે. પી. દત્તાની અંધેરીમાં ચાર બંગલોમાં આવેલી ઑફિસમાં વિશ્વનાં યુદ્ધોની તમામ જાણકારી ઉપલબ્ધ છે. તેઓ પોતાને હિસ્ટોરિયન એટલે કે ઇતિહાસકાર માને છે અને ઇતિહાસમાં અંકિત થયેલાં યુદ્ધોની જાણકારી નવી પેઢી સુધી પહોંચાડવા માટે ફિલ્મ એક સરસ મીડિયમ હોવાનું માને છે.

જોકે હાલની પેઢી વિશે બોલતાં તેઓ આક્રોશ સાથે કહે છે કે ‘આજની પેઢીમાં દેશભાવના જેવું દેખાતું નથી. લોકોમાં રાષ્ટ્રભાવનાનો અભાવ દેખાય છે. આપણા દેશ પર કેટલાંય આક્રમણો થયાં છે અને એની સામે આપણે લડ્યા છીએ, પણ હવે દેશના લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના ઓછી થઈ ગઈ છે. યુદ્ધ વિશેની વાર્તા દેશના તમામ લોકોને સ્પર્શ કરે છે. લોકોને એ જાણવામાં રસ હોય છે કે સરહદો પર શું બને છે. આર્મીના જવાનોની વીરતા અને શહીદીની વાતો લોકોને ગમે છે.’

જે. પી. દત્તા હવે ૧૯૬૭ના ભારત-ચીન યુદ્ધ વિશે ‘પલટન’ ફિલ્મ લઈને આવી રહ્યા છે. સિક્કિમ બૉર્ડર પર નાથુ લા પાસ અને ચોન્ગ લા પાસમાં આ લડાઈ થઈ હતી. આ વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે ‘૧૯૬૨માં ભારત અને ચીન વચ્ચેની લડાઈ યુદ્ધ પ્રકારની નહોતી, પણ એક પ્રકારના આતંકવાદ જેવી હતી. ૧૯૬૭ની લડાઈ ખરેખર બે દેશો વચ્ચેનું યુદ્ધ હતું. એ સમયે ‘હિન્દી-ચીની ભાઈ-ભાઈ’નું સૂત્ર ચાલતું હતું, પણ સરહદ પર આવું નહોતું. ચીનના સૈનિકો રાતે તાપણાં સળગાવીને આપણા દેશના સૈનિકોનું ધ્યાન બીજે હટાવતા અને આપણી હદમાં ઘૂસી જતા અને ખાનાખરાબી સર્જતા હતા. આ યુદ્ધ વિશેની સંપૂર્ણ જાણકારી અને ફિલ્મને બનાવવા માટેની પરવાનગી મેળવવામાં મને અઢી વર્ષ લાગ્યાં છે. મારી સ્ટોરી એકદમ કરેક્ટ હોવી જરૂરી છે.’

‘પલટન’નું શૂટિંગ રાજસ્થાનમાં થવાનું છે, કારણ કે જે. પી. દત્તાને રાજસ્થાનનું લોકેશન ખૂબ ગમે છે. તેમને જયપુર દત્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફિલ્મમાં અજુર્ન રામપાલ, સોનુ સૂદ, લવ સિંહા જેવા કલાકારો છે અને ફિલ્મના પ્રોડક્શનની જવાબદારી જે. પી. દત્તાની દીકરી નિધિએ ઉપાડી લીધી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK