મન્ટો માટે અમદાવાદમાં ઊભું કરવામાં આવેલું પાકિસ્તાન

નવાઝુદ્દીન સિદ્દીકીની ‘મન્ટો’ માટે અમદાવાદમાં પાકિસ્તાન ઊભું કરવામાં આવ્યું હતું.

manto

મોહર બાસુ

કવિ સઆદત હસન મન્ટોની બાયોપિકમાં નવાઝુદ્દીન કામ કરી રહ્યો છે. આ ફિલ્મના શૂટિંગ માટે તેમને પાકિસ્તાનમાં પરવાનગી નહોતી મળી અને એથી જ એ માટેનો સેટ અમદાવાદમાં ઊભો કરવામાં આવ્યો હતો. ડિરેક્ટર નંદિતા દાસની આ ફિલ્મમાં ભારતના ભાગલા પહેલાં કવિ તરીકેની મન્ટોની કરીઅરને દેખાડવામાં આવશે. આ ફિલ્મમાં તેઓ ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પાકિસ્તાન જતા રહ્યા હતા એ પણ દેખાડવામાં આવશે. ફિલ્મમાં તેમના કામને લઈને લગાવવામાં આવેલા આરોપોને પણ વણી લેવામાં આવ્યા છે. આ ફિલ્મનાં આર્ટ-ડિરેક્ટર રીટા ઘોષ છે જેમણે અમદાવાદમાં પાકિસ્તાન ઊભું કર્યું હતું. ૨૧ સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મનું શૂટિંગ પાકિસ્તાનમાં કરવાનું પ્લાનિંગ હતું, પરંતુ તેમને પરવાનગી નહોતી મળી. આ વિશે વધુ જણાવતાં રીટા ઘોષે કહ્યું હતું કે ‘અમે લાહોરમાં મોટા ભાગની સીક્વન્સનું શૂટિંગ કરવાનાં હતાં. ઉડીહુમલા બાદ આ શૂટિંગ પાકિસ્તાનમાં કરવાનું પ્લાનિંગ પડતું મૂકવામાં આવ્યું હતું.’

પાકિસ્તાનમાં શૂટિંગનો પ્લાન પડતો મુકાતાં ફિલ્મની ટીમે ચંડીગઢ, લુધિયાણા અને ગુજરાતમાં શૂટિંગ માટે લોકેશન શોધવાની શરૂઆત કરી હતી. આ વિશે વધુ જણાવતાં રીટા ઘોષે કહ્યું હતું કે ‘અમે ૧૯૪૦ના દાયકામાં પાકિસ્તાનના લાહોરનું જે બાંધકામ હતું એવું જ લોકેશન શોધી રહ્યાં હતાં. અમે લાહોરને હૂબહૂ દેખાડવા માગતાં હતાં. અમદાવાદમાં કેટલીક એવી જગ્યા છે જેના પર હજી મૉડર્નાઇઝેશનનો રંગ નથી લાગ્યો અને એને સરળતાથી લાહોર બનાવી શકાય એમ હતું.’

ફિલ્મના લોકેશન માટે મન્ટોની દીકરીઓ નિઘાત, નુઝ્હત અને નુસરતની સાથે પાકિસ્તાનના એક આર્ટ-ડિરેક્ટરની પણ સેટ માટે મદદ લેવામાં આવી હતી. તેમના દ્વારા પૂરા પાડવામાં આવેલા ફોટોની મદદથી સેટ ઊભો કરવામાં આવ્યો હતો. મન્ટોના ઘરના ફોટો પણ તેમને પૂરા પાડવામાં આવ્યા હતા અને એ મુજબ જ મન્ટોનું ઘર બનાવવામાં આવ્યું હતું.

ભાગલા બાદ મન્ટોએ પાકિસ્તાન જવાનું નક્કી કર્યું હતું અને તેઓ જે શિપમાં બેસીને પાકિસ્તાન ગયા હતા એ શિપ બનાવવું ચૅલેન્જિંગની સાથે બજેટની બહાર હતું. જોકે તેમને અમદાવાદના યાર્ડમાં કન્ટેનર મળી આવ્યું હતું અને એના પર તેમણે જહાજનો સેટ ઊભો કર્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK