ફક્ત રીલ નહીં રિયલ લાઈફમાં આયુષ્માન ડોનેટ કરી ચૂક્યા છે સ્પર્મ

 જાણો આયુષ્માન ખુરાનાાની 10 અજાણી વાત

AAYUSHMAN KHURANA



1. 14 સપ્ટેમ્બરે 1984ના રોજ જન્મેલા આયુષ્માન ખુરાના આજે 33 વર્ષના થઈ ચૂક્યા છે. ખૂબ ઓછા લોકો એ વાત જાણે છે કે 2012માં ફિલ્મ વિક્કી ડોનરથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર આયુષ્માન રિયલ લાઈફમાં પણ સ્પર્મ ડોનેટ કરી ચૂક્યા છે.આયુષ્માન ખુરાના અલ્હાબાદમાં એક કેમ્પમાં રિયલ લાઈફમાં પણ સ્પર્મ ડોનેટ કરી ચૂક્યા છે.

2. ફિલ્મ વિક્કી ડોનરથી આયુષ્માને બોલીવુડમાં પગ મૂક્યો. પછી બીજી ફિલ્મ આવી નૌટંકી સાલા. આ પછી આયુષ્માન એક બાદ એક હિટ ફિલ્મ્સ આપી રહ્યા છે. દમ લગા કે હૈસા, શુભ મંગલ સાવધાન અને બરેલી કી બરફી આ લિસ્ટમાં સામેલ છે.

3. આયુષ્માન ઈન્ડસ્ટ્રીના મલ્ટી ટેલેન્ટેડ એક્ટર છે, જેને કોઈ પણ કામ કરવાનું કહેવામાં આવે તો તે કરી શકે છે. આયુષ્માન ખુરાના એક્ટર, ડિરેક્ટર, સિંગર, રાઈટર, લિરીસિસ્ટ, મ્યુઝિક ડિરેક્ટર, મ્યુઝિક કમ્પોઝર આ બધા જ કામ કરી શકે છે.

4. આયુષ્માન અત્યાર સુધીમાં કેટલીક ફિલ્મોમાં ગાઈ ચૂક્યા છે, જેના સોંગ્સ હિટ પણ થઈ ચૂક્યા છે. મિટ્ટી દી ખુશ્બુ, સડી ગલી આજા, પાણી દા રંગ, કાન્હા માને ના, નઝ્મ નઝ્મ, અને ઓ હિરીયે આયુષ્માન ખુરાનાના મોસ્ટ પોપ્યુલર સોંગ્સ છે.

5. મિડ ડેને આપેલા એક ઈન્ટરવ્યુમાં આયુષ્માને કહ્યું હતું,'હું ફક્ત એક જ જોનરનો એક્ટ બનવા નથી ઈચ્છતો.. હું ઈચ્છું છું કે હું ફિલ્મોમાં તમામ પ્રકારનું કામ કરું. દરેક જોનરની એક્ટિંગની સાથે સાથે ગીતો પણ ગાઉ. હું કામ કરતા સમયે અમોલ પાલેકર અને શાહરૂખ ખાન બંને રીતે કામ કરવા ઈચ્છું છું.'

6. ઉલ્લેખનીય છે કે બોલીવુડમાં બધા જ પ્રકારનું કામ કરવાની સાથે સાથે આયુષ્માન ખુરાના ગિટારિસ્ટ, ક્રિકેટ પ્લેયર અને ટેનિસ પ્લેયર પણ છે. સ્કૂલમાં આયુ્ષ્માન ખુરાના અંડર 19 ડિસ્ટ્રીક્ટ લેવલ પર સ્કૂલ ક્રિકેટ રમી ચૂક્યા છે.

7. મિસ્ટર ઓલરાઉન્ડર આયુષ્માન બોલીવુડની સાથે થિયેટર સાથે પણ જોડાયેલા છે. ચંદીગઢમાં તેમના બે ફેમસ થિયેટર ગ્રુપ આગાઝ અને પંચતંત્ર છે.

8. આયુષ્માન ખુરાનાએ પોતાના કરિયરની શરૂઆત રેડિયો જોકી તરીકે કરી હતી ગ્રેજ્યુએશન પુરુ કર્યા બાદ દિલ્હી બેઝ્ડ રેડિયો ચેનલ પર રેડિયો જોકી તરીકે તેઓ કામ કરતા હતા. બાદમાં તેમણે માન ન માન મેં તેરા મહેમાન શો હોસ્ટ કર્યો હતો.


9. બાદમાં તે એક ફેમસ ટીવી ચેનલમાં વીજે બનયા અને પછી ફિલ્મ વીક્કી ડોનરે તેમનું નસીબ જ બદલી નાખ્યું.

10. હાલ આયુષ્માન ખુરાનાની ફિલ્મ અંધાધુન રિલીઝ થવા જઈ રહી છે. 5 ઓક્ટોબરે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં તેમની કો સ્ટાર રાધિકા આપ્ટે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK