BOX OFFICE: અક્ષય કુમારનો 'ગોલ્ડન બ્લાસ્ટ', આટલા કરોડનો બનાવ્યો રેકોર્ડ

હોકીના સુવર્ણકાળ પર બનેલી અક્ષયકુમારની ફિલ્મ ગોલ્ડે બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે શાનદાર શરૂઆત કરી છે. પહેલા જ દિવસે ફિલ્મે 25 કરોડ કરતા વધુની કમાણી કરી છે.

GOLD



રીમા કાગતીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ગોલ્ડે બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે 25 કરોડ 25 લાખનું કલેક્શન કર્યું છે. ટ્રેડ પંડિતોની આશા કરતા આ આંકડો ઘણો મોટો છે. લગભગ 80 કરોડમાં બનેલી ફિલ્મ 3 હજાર કરતા વધુ સ્ક્રીન્સમાંરિલીઝ થઈ છે. આ ફિલ્મ પહેલા દિવસે 18થી 20 કરોડ કમાય તેવી શક્યતા દર્શાવાતી હતી, પરંતુ 15 ઓગસ્ટનો દિવસ, હોકી જેવી રમત અને અક્ષય કુમારની હાજરીએ ફિલ્મને મોટો ફાયદો કરાવ્યો છે. આ લોંક વીક એન્ડ નથી પરંતુ ફિલ્મને આગામી ચાર દિવસમાં સારું કલેક્શન મળ્યું તો ફિલ્મ 100 કરોડને પાર પહોંચી શકે છે. અક્ષય કુમારે આ કલેક્શન સાથે આ વર્ષની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મોમાં ત્રીજા સ્થાનેનામ નોંધાવી દીધું છે.

GOLD2


વર્ષ 1948માં લંડનમાં ઓલિમ્પિક્સ યોજાયા હતા, અને 12 ઓગસ્ટે ભારત સ્વતંત્ર દેશ તરીકે હોકીમાં પહેલો ગોલ્ડ મેડલ જીતવાને 70 વર્ષ થયા. ફિલ્મ ગોલ્ડની કથા પણ 1936થી 1948 વચ્ચેની છે. ગોલ્ડમાં અક્ષય કુમાર ભારતીય હોકી ટીમના મેનેજર તપન દાસના રોલમાં છે, અને નાના પડદાનાની નાગિન રોય કરી રહી છે તેમની પત્નીનો રોલ. ફિલ્મમાં અંગદ બેદી, કુણાલ કપૂર, વિનીત કુમાર સિંહ અને અમિત સાધ પણ મહત્વના રોલમાં છે.

અક્ષય કુમારની રુસ્તમ, 15 ઓગસ્ટે રિલીઝ થઈ હતી અને ફિલ્મે 14.11 કરોડની કમાણી કરી હતી. આત્યારે રિતિક રોશનની મોહંજો દડો પણ રિલીઝ થઈ હતી. આ વર્ષે અક્ષય કુમારની પેડમેન રિલીઝ થઈ છે અને ફિલ્મે પહેલા જ દિવસે 10.26 કરોડની કમાણી કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK