નવાઝુદ્દીન સિદ્દીકી ઇટલીમાં ગાયતોંડે તરીકે ફેમસ છે

સેક્રેડ ગેમ્સને કારણે તે બન્યો ઇન્ટરનૅશનલ સ્ટાર

siddique



સોનિલ દેઢિયા

વિડિયો-સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સના પહેલા ભારતીય વેબ-શો ‘સેક્રેડ ગેમ્સ’ને કારણે નવાઝુદ્દીન સિદ્દીકી ઇન્ટરનૅશનલ સ્ટાર બની ગયો છે. એક મહિના પહેલાં જ રિલીઝ થયેલા આ શોની બીજી સીઝનનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ કરવામાં આવશે. આ શોની સફïળતાને કારણે તે ઘણો પ્રસિદ્ધ  બની ગયો છે. તેની આર્ટ-ફિલ્મોને કારણે તે વિદેશી ફિલ્મ-ફેસ્ટિવલમાં જાણીતો હતો, પરંતુ આ શોને લઈને તે હવે દુનિયાભરના લોકોમાં જાણીતો બન્યો છે. નવાઝુદ્દીને હાલમાં જ ઇટાલિયન ઍક્ટ્રેસ વૅલેન્ટિના ર્કોટી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફોટોને લઈને તે ઘણો ચર્ચામાં આવ્યો હતો. જોકે તે તેની આગામી ફિલ્મની હિરોઇન છે. આ ફિલ્મનું નામ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું. આ ફિલ્મ ‘ઍન્ગ્રી ઇન્ડિયન ગૉડેસ’ અને ‘બિયૉન્ડ ધ ક્લાઉડ્સ’ જેવી ઢગલાબંધ ફિલ્મોમાં કામ કરનાર તનિષ્ઠા ચૅટરજીની ડિરેક્ટર તરીકેનું પહેલી ફિલ્મ છે. આ ફિલ્મનું શૂટિંગ નવાઝુદ્દીન સિદ્દીકી રોમમાં કરી રહ્યો હતો અને એ સમયે તેને ત્યાંના લાકો ગણેશ ગાયતોંડે તરીકે બોલાવતા હતા. આ વિશે નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘હું મારી ફિલ્મનું શૂટિંગ રોમમાં કરી રહ્યો હતો જ્યારે ‘સેક્રેડ ગેમ્સ’ને રિલીઝ કરવામાં આવી હતી. ફક્ત ભારતીય નહીં, પરંતુ ઇટાલિયન પણ મને ગણેશ ગાયતોંડે તરીકે બોલાવતા હતા. તેમણે મારા પર્ફોર્મન્સનાં પણ વખાણ કર્યા હતાં. મેં મારી આવી લોકપ્રિયતા પહેલાં ક્યારેય નથી જોઈ. આ નેટફ્લિક્સ માટે ઇન્ડિયાનો પહેલો શો છે. દુનિયાભરના દેશોમાં બનતા શો જેવો જ આ એક અદ્ભુત શો છે. હું તો કહીશ એના કરતાં પણ વધુ સારો છે.’

આ શોનાં ઇન્ટરનૅશનલ લેવલે ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં છે, પરંતુ નવાઝુદ્દીનનું કહેવું છે કે બીજી સીઝન પહેલાં કરતાં વધુ સારી હશે. આ વિશે વધુ જણાવતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે અનુરાગ કશ્યપે મને કહ્યું છે કે બીજી સીઝન બિગર અને બેટર હશે. આ સીઝનની હજી સ્ક્રીપ્ટ લખવામાં આવી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK