નવ્યા નવેલી નંદા માટે જન્મદિવસની પ્રેમભરી શુભેચ્છા પાઠવી અભિષેક બચ્ચને

અભિષેક બચ્ચને તેની ભાણેજ નવ્યા નવેલી નંદાને ખૂબ જ લાગણીભરી બર્થ-ડેની શુભેચ્છા પાઠવી છે.

abhishek

navya

અભિષેકની બહેન શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નવેલી ગઈ કાલે ૨૦ વર્ષની થઈ હતી. ઇન્સ્ટાગ્રામ પર નવ્યાનો બાળપણનો ફોટો શૅર કરી અભિષેકે લખ્યું હતું કે ‘તું આ ફોટોમાં દેખાય છે એટલી નાની હતી એમાંથી ક્યારે સુંદર છોકરી બની ગઈ? તને તારા મામુ ઍરપોર્ટ પર લેવા આવતા અને તું આજે મામુને ઍરપોર્ટ પર લેવા આવે છે એટલી મોટી ક્યારે થઈ ગઈ? મામુ તને રાતે સૂવા માટે લોરી ગાતા અને આજે આપણે બન્ને રાતભર ડાન્સ કરીએ છીએ એટલી મોટી તું ક્યારે થઈ ગઈ? મામુ તારા માટે શૉપિંગ કરતા અને આજે તું મામુની ઑફિશ્યલ શૉપિંગ કરનારી કેવી રીતે બની ગઈ? મામુ તને એક નાની બાળકી તરીકે હવે ટ્રીટ ન કરી શકે એ નક્કી કરનારી તું કેવી રીતે મોટી થઈ ગઈ? ક્યારે? મારી ફેવરિટ, મારી ભાણી, મારી નવ્યાને વીસમી વરસગાંઠની ઘણી શુભેચ્છા. મામુ તને ખૂબ જ પ્રેમ કરે છે. મેં મારું શૉપિંગ-લિસ્ટ તૈયાર કરી દીધું છે એથી તું તૈયારી સાથે જ આવજે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy