કંગના રનોટ બની ડિરેક્ટર

કંગના રનોટ હાલમાં ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ માટે ડિરેક્ટર બની છે.

kangana

આ ફિલ્મનાં કેટલાંક દૃશ્યોને રીશૂટ કરવામાં આવી રહ્યાં છે. ‘ગબ્બર ઇઝ બૅક’ને ડિરેક્ટ કરનાર ક્રિશ આ ફિલ્મનો ડિરેક્ટર છે. તે હાલમાં એન. ટી. રામારાવની બાયોપિકને ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં વ્યસ્ત હોવાથી કંગનાએ તેની ફિલ્મના પૅચવર્ક માટે ડિરેક્ટરની ખુરશી સંભાળી લીધી છે. ફિલ્મના ક્લૅપ બોર્ડ પર કંગનાનું નામ આવતાં અનેક સવાલો ઊઠવા લાગ્યા હતા. ક્રિશનું નામ ડિરેક્ટર તરીકે હશે કે નહીં એ વિશે પણ સવાલો ઊઠી રહ્યા હતા. આ તમામ સવાલોના જવાબ આપવા કંગનાની ટીમ વતી ચોખવટ કરતાં ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું કે ‘ક્રિશ ‘મણિકર્ણિકા’ના ડિરેક્ટર છે અને એ જ રહેશે. ક્રિશ તેની આગામી ફિલ્મમાં વ્યસ્ત છે અને ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થઈ શકે એ માટે કંગના ફક્ત પૅચવર્ક માટે ડિરેક્ટ બની છે. ક્લૅપ બોર્ડ પર કંગનાનું નામ લખવાનું કારણ સેટ પર કોઈ પણ પ્રકારની ગેરસમજણ ન થાય એ માટેનું છે.’

મણિકર્ણિકા સાથેની ટક્કર ટાળવા સુપર ૩૦ને અઠવાડિયું વહેલી રિલીઝ કરવામાં આવશે?

કંગના રનોટની ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ સાથેની ટક્કર ટાïળવા માટે હૃતિક રોશનની ‘સુપર ૩૦’ને એક અઠવાડિયું વહેલી રિલીઝ કરવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. કંગના અને હૃતિકની સાથે ઇમરાન હાશ્મીની ‘ચીટ ઇન્ડિયા’ પણ ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ બન્ને ફિલ્મો સાથે ટક્કર લેવાથી ‘સુપર ૩૦’ના બિઝનેસને ખાસ્સો માર પડશે અને એથી જ પ્રોડ્યુસરે ફિલ્મને હવે ૧૮ જાન્યુઆરીએ રિલીઝ કરવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચા છે. ૨૦૧૭ની ૨૫ જાન્યુઆરીએ હૃતિકની ‘કાબિલ’ અને શાહરુખ ખાનની ‘રઈસ’ સાથે રિલીઝ થઈ હતી. ‘રઈસ’ને કારણે ‘કાબિલ’ના બિઝનેસને ખૂબ જ અસર થઈ હતી અને એવી ભૂલ ફરી ન થાય એ માટે આ ફિલ્મને એક અઠવાડિયું વહેલી રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK