ભવિષ્યમાં રાજકારણમાં આવી શકે છે સલમાનનો બનેવી આયુષ શર્મા

સલમાન ખાનનો બનેવી આયુષ શર્મા ભવિષ્યમાં રાજકારણમાં પણ ઝંપલાવી શકે છે.

ahyush

પૉલિટિશ્યન અનિલ શર્માના દીકરા આયુષે સલમાનની બહેન અર્પિતા સાથે લગ્ન કર્યાં હતાં અને તે ‘લવરાત્રિ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. આયુષ બૉલીવુડમાં એન્ટ્રી તો કરી રહ્યો છે, પરંતુ તેનો ઉછેર રાજકીય વાતાવરણમાં થયો છે. તેના પિતા અનિલ શર્મા અને દાદા સુખરામ પ્રખર રાજકીય નેતા રહ્યા છે. સુખરામ ક્રૉન્ગ્રેસના નેતા હતા અને અનિલ શર્મા પણ ક્રૉન્ગ્રેસમાં હતા, પરંતુ ૨૦૧૭માં તેમણે ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવ્યા હતા. તેઓ હિમાચલના મંડીમાંથી ઇલેક્શન લડે છે. રાજકીય ફૅમિલીમાંથી આવ્યો હોવાથી રાજકારણ વિશે પૂછતાં આયુષ શર્માએ કહ્યું હતું કે ‘મારો ઉછેર રાજકીય વાતાવરણની વચ્ચે થયો હતો, એથી મને એ દુનિયામાં જવું નથી ગમતું. એક નેતા તરીકે મોટી જવાબદારી હોય છે એ હું જાણું છું. હું દિલ્હીમાં ભણતો હતો અને મારા પિતા હિમાચલમાં હતા, તેથી અમને મળવાનો પણ સમય નહોતો મળતો. હું એ પણ જાણતો હતો કે તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. એક નેતા તરીકે લોકોની સેવા કરવાની હોય છે. મારી ઉંમરમાં મને નથી લાગતું કે હું એ કરી શકું. રાજકીય ચર્ચાઓના દોર વચ્ચે હું મોટો થયો છું અને સઘળી ચર્ચા ડાઇનિંગ ટેબલ પર કરવામાં આવતી હતી અને એથી જ હું એનાથી દૂર ભાગું છું. હું હાલમાં પૉલિટિક્સમાં આવવાનું નથી વિચારી રહ્યો. જો તમે દિલથી લોકોની સેવા ન કરો તો કોઈ અર્થ નથી. તેથી જ હું ત્યાંથી બહાર નીકળી આવ્યો. પરંતુ રાજકારણમાં આવવાની મેં ક્યારેય ના નથી કહી. મને જ્યારે લાગશે કે હું રેડી છું અથવા કોઈને મદદ કરી શકું છું તો હું જરૂર પૉલિટિક્સમાં જઈશ, પરંતુ હમણાં નહીં.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK