સમાજમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવું ઍક્ટર માટે જરૂરી છે : કરીના

કરીના કપૂર ખાનનું કહેવું છે કે લોકોના જીવનમાં કલાકારો અગત્યનો ભાગ ભજવે છે અને એથી જ તેમના માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવું જરૂરી છે.

kareena

કરીના કપૂર ખાને જણાવ્યું કે તેણે કઈ રીતે પ્રેગ્નન્સી અને બાળકના જન્મ બાદ પણ કામ કરીને એક સચોટ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે. આથી જ તે લોકોથી જુદી તરી આવે છે. આ સંદર્ભે કરીના કપૂર ખાને કહ્યું હતું કે ‘એક કલાકાર તરીકે અમે સૌના જીવનમાં અગત્યનો ભાગ ભજવીએ છીએ. અમને રોલ મૉડલ ગણવામાં આવે છે અને એથી એ ખૂબ જ અગત્યનું બની જાય છે કે અમે લોકો માટે એક સારું ઉદાહરણ સ્થાપિત કરીએ. હું એક એવી વ્યક્તિ છું જે હંમેશાં દિલથી જીવે છે. લોકો કંઈ કરી રહ્યા હોય એટલે મારે પણ એ કરવું જરૂરી નથી. હું એ જ કામ કરું છું જેમાં મને પૂરો વિશ્વાસ હોય અને એના લીધે જ હું બીજા લોકો કરતાં જુદી તરી આવું છું. મારી પાસે બધું જ છે જે મને જોઈતું હતું અને એના માટે મેં સખત મહેનત પણ કરી છે.’

હું એ કામ કરું છું જેમાં ભરોસો રાખું છું અને હું હંમેશાં મારા વિચારોને જ રજૂ કરું છું. હું મારાં કામ પોતે કરવામાં માનું છું. ખરું કહું તો મારી પ્રેગ્નન્સી દરમ્યાન અને મારા બાળકના જન્મ બાદ પણ મેં કામ કરવાનું જાળવી રાખ્યું છે એનાથી અન્ય મહિલાઓને પણ પ્રેરણા મળે છે કે તેઓ પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં બૅલૅન્સ રાખી શકે છે. હું આજે જે છું અને જે સ્થાને પહોંચી છું એ મારી આ મુસાફરીને કારણે છે.

 - કરીના કપૂર ખાન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK