આ એક્ટ્રેસ સાથે કરણ જોહરને કરવા છે લગ્ન, તે પણ કરી ચૂકી છે એકરાર

કરણ જોહરે પોતાની ઓટોબાયોગ્રાફઈમાં કરીના કપૂર સાથેના પોતાના સંબંધો વિશે ઘણું લખ્યું છે

KARAN



અનિતા શ્રોફ અડજાનિયાના શો 'ફીટ અપ વીથ ધ સ્ટાર્સ'માં આવેલા કરણ જોહરે પોતાની પર્સનલ લાઈફ વિશે ખુલીને વાતચીત કરી. શોમાં કરણને સવાલ પૂછાયો કે જો તેમને બોલીવુડની કોઈ એક્ટ્રેસ જોડે લગ્ન કરવાની તક મળે તો તે કોને પસંદ કરશે ? આ મામલે કરણ જોહરે કરીના કપૂર કાનનું નામ લીધું. કરણ અને કરીના લાંબા સમયથી સારા મિત્રો રહ્યા છે. જો કે એક સમય એવો પણ હતો જ્યારે બંને વચ્ચે ટેન્શનનો માહોલ હતો. જો કે હવે બધું નોર્મલ થઈ ચૂક્યુ છે.

KARAN KAREENA


જ્યારે કરીને નકારી કરણની ફિલ્મ

કરણ જોહરે પોતાની ઓટોબાયોગ્રાફઈમાં કરીના કપૂર સાથેના પોતાના સંબંધો વિશે ઘણું લખ્યું છે. કરણે લખ્યું છે, 'મેં કરીનાને કલ હો ના હો ઓફર કરી હતી પરંતુ કરિનાએ આ ફિલ્મ માટે શાહરૂખ ખાન જેટલી જ ફી માગી. આ સમયે કૃણાલ કોહલીની મુઝસે દોસ્તી કરોગે રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર તે ફ્લોપ હતી. કરીનાએ કહ્યું હતું કે આદિત્ય ચોપડાના આસિસ્ટન્ટની ફિલ્મ ફ્લોપ હતી એટલે કરણ જોહરના આસિસ્ટન્ટ નિખિલ અડવાણી પર પણ ભરોસો ન કરી શકાય. કલ હો ના હો નિખિલ ડિરેક્ટ કરી રહ્યા હતા. આ વાત મેં મારા પિતાને જણાવી, તેમણે કહ્યું હતું કે આગળ વાત ન કરો.'


આ પણ વાંચોઃ આ દુનિયામાં મારી હાજરી અને મારા ઍટિટ્યુડ વિશે ઘણું સાંભળવું પડ્યું છે : અમિતાભ બચ્ચન


KARAN KARINA


જ્યારે કરીનાએ કહ્યું 'I LOVE YOU'

મેં કરીનાને ફોન પણ કર્યો હતો, પરંતુ તેમણે મારો ફોન ન ઉઠાવ્યો. આ સમયે મને ઘણું દુઃખ થયું હતું. અમે પાર્ટીઓમાં મળતા હતા, પરંતુ એકબીજા સાથે વાત નહોતા કરતા. જ્યારે મારા પિતાની ન્યૂયોર્કમાં સારવાર ચાલી રહી હતી, ત્યારે કરીને મને ફોન પર કહ્યું,'મેં યશ અંકલ વિશે સાંબળ્યું.' ફોન પર તે લાગણીશીલ હતી. તેણે કહ્યું, 'આઈ લવ યુ' કરણે આગળ લખ્યું છે કરીના મારા કરતા 10 વર્ષ નાની છે અને તેની સાથે વાત ન કરવી બેવકૂફી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK