સ્ટાર-કિડ્સે તેમના ફૅમિલી-નામથી પર જઈને કામ કરી દેખાડવું જોઈએ : કરણ

કરણ જોહરનું કહેવું છે કે સ્ટાર-કિડ્સે તેમના ફૅમિલીના નામથી પર જઈને કામ કરી દેખાડવું જોઈએ.

karan

બૉલીવુડમાં સગાવાદનું નામ આવે અને સૌથી પહેલાં કરણ જોહરનું નામ આવે છે. આલિયા ભટ્ટ અને વરુણ ધવન બાદ હવે તે ઈશાન ખટ્ટર, જાહ્નવી કપૂર અને અનન્યા પાંડેને લૉન્ચ કરી રહ્યો છે. જાહ્નવી અને ઈશાનની ‘ધડક’નું ટ્રેલર સોમવારે લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં કરણે સગાવાદ શબ્દનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું. કંગના રનોટે તેના પર આ આરોપ મૂક્યો છે અને ત્યારથી તે આ શબ્દથી દૂર ભાગી રહ્યો છે. આ વિશે પૂછતાં કરણે કહ્યું હતું કે ‘મારું માનવું છે કે સ્ટાર-કિડ્સે તેમના ફૅમિલી-નામથી પર જઈને કામ કરી દેખાડવું જોઈએ. મને લાગે છે કે આ સ્ટાર-કિડ્સની જવાબદારી હોવાની સાથે અમારી પણ છે. આજે લોકો ટૅલન્ટ કરતાં વધુ ધ્યાન નામ પર આપી રહ્યા છે. જોકે લોકો એ વાત ભૂલે છે કે એક ફિલ્મ પાછળ ઍક્ટર્સ ખૂબ જ મહેનત કરતા હોય છે. તેઓ એક ફિલ્મ પાછળ ઘણું દાવ પર લગાવતા હોય છે. કૅમેરા, દર્શકો અને મીડિયાનો સામનો કરવો સહેલો નથી અને આ માટે તેમણે માનસિક રીતે પણ ઘણું સહન કરવું પડે છે. આ કંઈ સહેલું નથી. મને ખબર છે કે આ શબ્દ (સગાવાદ) બૉલીવુડમાં છેલ્લાં બે વર્ષથી ચાલી રહ્યો છે અને કદાચ આ ફિલ્મને કારણે એ શબ્દ વધુ ચર્ચામાં આવશે. જોકે હું આ શબ્દનો ઉપયોગ નથી કરવાનો. હું એટલું જ કહેવા માગીશ કે તેઓ અહીં તેમના નામને લઈને નહીં પણ તેમના કામને લઈને છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK