મારી દીકરી તૈમુરને ભાઈ કેમ કહે? ભવિષ્યમાં તેમણે પાર્ટનર બનવું હોય તો? : કરણ જોહર

કરણ જોહરનું કહેવું છે કે તેની દીકરી રૂહી કરીના કપૂર ખાનના દીકરા તૈમુરને ભાઈ કહે એમાં તેને પ્રૉબ્લેમ છે.

karan

તે હાલમાં એક રેડિયો પર તેના શોની બીજી સીઝન લઈને આવ્યો છે. આ શોમાં કરણે કહ્યું હતું કે આપણે કોઈ પણ છોકરા કે છોકરીને ભાઈ-બહેન અને આપણાથી મોટી ઉંમરની વ્યક્તિને અંકલ-આન્ટી ન કહેવું જોઈએ. આ વિશે ઉદાહરણ આપતાં કરણે કહ્યું હતું કે ‘મારાં બે બાળકો છે. મારા ઘરે જ્યારે તૈમુર આવે છે ત્યારે નર્સ મારી દીકરી રૂહીને તેને ભાઈ કહીને બોલાવવા કહે છે. કેમ તેને ભાઈ કહેવો? ૨૦ વર્ષ બાદ તૈમુર અને રૂહી એકબીજાની સાથે રહેવા પણ માગે. ૨૦ વર્ષ પછી કંઈ પણ શક્ય છે. આપણે તેમની વચ્ચે શું કામ અવરોધ બની રહ્યા છીએ.’

ડાયના પેન્ટીએ કેવી રીતે કરણને મૂક્યો મુશ્કેલીમાં?

‘પરમાણુ’માં જોવા મળેલી ડાયના પેન્ટીએ કરણ જોહરને એક સવાલ પૂછતાં તે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. કરણ એક રેડિયો-શો કરી રહ્યો છે જેમાં તે સેલિબ્રિટીઝને કોઈ પણ એક સવાલ પૂછવાની છૂટ આપે છે. ‘કૉફી વિથ કરણ’માં તે સેલિબ્રિટીઝને અટપટા સવાલ પૂછીને મુશ્કેલીમાં મૂકી દે છે. ડાયનાને આ તક મળતાં તેણે પૂછ્યું હતું કે જાહ્નવી કપૂર, સારા અલી ખાન અને અનન્યા પાંડેમાંથી કોણ વધુ સારી છે? આ સવાલનો જવાબ આપતાં કરણે કહ્યું હતું કે ‘ઓ ગૉડ. આ ખૂબ જ મુશ્કેલ સવાલ છે. આનો જવાબ હું કેવી રીતે આપું? તેઓ ત્રણ યુવાન ટૅલન્ટેડ ઍક્ટ્રેસ છે અને મને વિશ્વાસ છે કે તેમની ત્રણેયની કરીઅર અદ્ભુત રહેશે. ડાયના, મને નથી લાગતું કે આ તેં મને યોગ્ય સવાલ પૂછ્યો છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK