સુખ-સગવડ અને દુ:ખદર્દ ભૂલીને વૈરાગી બન્યા બાદ દેશની સેવા કરવી જોઈએ

તેનું કહેવું છે કે તે ફિલ્મી કરિયરથી ખુશ હોવાથી બીજા ફીલ્ડમાં જવાનો તેનો કોઈ ઇરાદો નથી

KANGNA2


કંગના રનોટનું કહેવું છે કે પૉલિટિક્સને કરિયર તરીકે ન જોવામાં આવવું જોઈએ. તેમ જ તેણે એ પણ કહ્યું હતું કે તેનો પૉલિટિક્સમાં જોડાવાનો કોઈ ઇરાદો નથી. કંગનાએ હાલમાં જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા હતાં અને એથી એવી ચર્ચા ચાલી રહી છે કે તે પૉલિટિક્સમાં દાખલ થવા માગે છે. આ વિશે પૂછતાં કંગનાએ કહ્યું હતું કે ‘મારું માનવું છે કે પૉલિટિક્સને કરિયરની રીતે ન જોવું જોઈએ. જો કોઈ વ્યક્તિ ઇચ્છતી હોય કે તે પૉલિટિક્સમાં એન્ટ્રી કરે તો તે વ્યક્તિએ પહેલાં દુનિયાનાં તમામ સુખ-સગવડ તેમ જ દુ:ખદર્દને ભૂલી વૈરાગી બનવું જોઈએ. તમને તમારા લોકોને સેવા પૂરી પાડવી હોય તો તમારે પહેલાં ફૅમિલી અને તમારા જીવનની અન્ય બાબતોને છોડવી પડે છે. આ તમામ બાબતો છોડ્યા બાદ જ યોગ્ય રીતે દેશની સેવા થઈ શકે છે. આ સમયે હું મારી કરિયરમાં ખૂબ જ સફળ છું અને એથી જ હું બીજા કોઈ ફિલ્ડમાં મારી કરિયર બનાવવા નથી માગતી.’


ગાયના નામ પર કોઈનો જીવ જાય એ ખૂબ દુ:ખદ ઘટના છે : કંગના રનોટ

કંગના રનોટનું કહેવું છે કે ગાયના નામ પર ટોળામાં કોઈની પણ હત્યા કરવી એ ખૂબ જ દુ:ખદ ઘટના છે. આજે ગાય અથવા તો બીફને લઈને ઘણી વાર ધમાલ થઈ હોવાના સમાચાર બહાર આવે છે અને એ ધમાલમાં કોઈની હત્યા પણ થઈ જાય છે. ગાયના સ્મગલિંગ અને બીફને કારણે આવી ઘટના થાય છે. આ વિશે પૂછતાં કંગનાએ કહ્યું હતું કે ‘તમે ઘણી વાર આવા ઝઘડાને લઈને દુ:ખી થઈ જાઓ છો. તમે પ્રાણીને બચાવવા માગતા હો છો, પરંતુ એ ઝઘડામાં પરિણમે અને ટોળામાં કોઈની હત્યા થાય ત્યારે તમને દુ:ખ થાય છે. તમને પણ એનો અહેસાસ થાય છે કે આ ખોટું છે.’

કંગના હાલમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની બાયોપિક

‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં કંગના એટલે કે લક્ષ્મીબાઈ એક વાછરડાને બચાવે છે એવું દૃશ્ય હતું, પરંતુ એમાં ગાયના બચ્ચાની જગ્યાએ બકરીના બચ્ચાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિશે કંગનાએ કહ્યું હતું કે ‘મારી ફિલ્મ ‘મણિકર્ણિકા’માં એક દૃશ્ય છે જેમાં લક્ષ્મીબાઈ ગાયના બચ્ચાને બચાવતી જોવા મળે છે. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન મારી ટીમમાંથી એક વ્યક્તિએ શૂટ અટકાવ્યું હતું અને કહ્યું હતું કે આપણે આ દૃશ્ય દેખાડીશું તો આપણે ગાયને બચાવનારા કહેવામાં આવીશું અને આ ફિલ્મ સાથે તેઓ કોઈ એવો સંદેશ ન આપવા માગતા હોવાથી એમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એક વ્યક્તિ તરીકે તમે તમારી વૅલ્યુને કારણે દરેક પ્રાણીનો બચાવ કરવા માગતા હો છો, પરંતુ જ્યારે કોઈ પક્ષપાત કરવામાં આવે ત્યારે દુ:ખ થાય છે. ગાયના નામ પર જ્યારે ઝઘડા થાય અને કોઈ વ્યક્તિએ જીવ ખોવો પડે ત્યારે આપણે ઇડિયટ છીએ એવો અહેસાસ થાય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK