ફિલ્મો સાથે એક્સપરિમેન્ટ કરવાનું પસંદ છે કબીર ખાનને

કબીર ખાનને સેફ ઝોનમાં રહીને ફિલ્મો બનાવવી પસંદ નથી. તે પોતાની ફિલ્મ સાથે વિવિધ એક્સપરિમેન્ટ કરવાનું પસંદ કરે છે.

kabir khan

કબીરે તેની કરીઅરમાં અલગ-અલગ પ્રકારની ફિલ્મો બનાવી છે, જેમાં સ્પાય-ઍક્શન-થિþલર ‘ફૅન્ટમ’ અને ‘એક થા ટાઇગર’થી લઈને માનવતાને દર્શાવતી ‘બજરંગી ભાઈજાન’નો સમાવેશ થાય છે. તેની ‘ટ્યુંબલાઇટ’ને બાદ કરતાં અન્ય ફિલ્મો દર્શકોને ખાસ્સી પસંદ પણ પડી છે. આ વિશે વધુ જણાવતાં કબીર ખાને કહ્યું હતું કે ‘મારા મતે માત્ર પૈસા કમાવા અને સેફ રહેવું એ મહત્વનું નથી. ફિલ્મોને લઈને સુરક્ષિત રહેવું અને સફળ થવું એ થોડું બોરિંગ લાઇફ જેવું બની જાય. હું ફિલ્મોમાં રિસ્ક લેવામાં માનું છું અને એમાં કેટલીક સફળ રહે છે તો કેટલીક નિષ્ફળ. જો હું આ કામ સારી રીતે કરી શકું છું એવું વિચારવાનું શરૂ કરું તો મારી ડિરેક્ટર તરીકેની મુસાફરી ત્યાં જ પૂરી થઈ જશે. હું આશા રાખું છું કે મારી કરીઅરના અંત સુધી હું મારી જાતને શોધતો રહું. આ રીતે મારામાં કામ કરવાનો ઉત્સાહ વધે છે અને હું અલગ ફિલ્મો બનાવી શકું છું. મારે કમ્ફર્ટ ઝોનમાં નથી રહેવું. તમે જ્યારે સફળ હો ત્યારે કંઈક અલગ કરવું જોઈએ અને એ ફિલ્મ અલગ કરવાને લાયક પણ હોવી જોઈએ. હું પોતાને નસીબદાર માનું છું કે મારી ફિલ્મો દર્શકોને પસંદ પડે છે.’

રણવીર સિંહ સિવાય અમે ‘૮૩’માં કાસ્ટિંગ માટે કોઈના નામની જાહેરાત નથી કરી, પરંતુ એ વિશે ઘણા ઍક્ટર્સ સાથે ચર્ચા ચાલી રહી છે. અમારી સ્ટોરીની જરૂરિયાત પ્રમાણે અમે કૅરિબિયન અને ઇંગ્લિશ કલાકારોને લઈશું

તમે જ્યારે સ્ટાર સાથે કામ કરો છો ત્યારે સ્ટોરીને બહોળો પ્રતિસાદ મળે છે. ‘બજરંગી ભાઈજાન’ અન્ય કલાકાર સાથે કરી હોત તો પણ એને સારો રિસ્પૉન્સ મળ્યો હોત, પરંતુ સલમાન ખાન એમાં હતો એથી એ વધુ લોકો સુધી પહોંચી અને બિગ હિટ પુરવાર થઈ

- કબીર ખાન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK