મ્યુઝિક-ઇન્ડસ્ટ્રી સારી દિશામાં અત્યારે જઈ રહી છે : જાવેદ અખ્તર

જાવેદ અખ્તરનું કહેવું છે કે બે વર્ષથી મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીનો સારો સમય આવ્યો છે.

javed

તેમનું માનવું છે કે મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીમાં આપસમાં તકરારને કારણે ખૂબ જ સમયનો અને સાધનોનો વેડફાટ થયો છે. એક ઇવેન્ટમાં લોકોને સંબોધિત કરતી વખતે સંગીત વિશે પોતાનો અભિપ્રાય આપતાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે ‘હું તમને ઇન્ડસ્ટ્રીનાં અમુક પાસાંઓ સાથે અવગત કરાવવા માગું છું જેનાથી તમે અત્યાર સુધી કદાચ અજાણ હશો. આપણે સદીઓથી ઘોડા અને દીવાનો ઉપયોગ કરતા આવ્યા છીએ, પરંતુ છેલ્લાં ૨૦૦ વર્ષમાં આપણે ગજબની પ્રગતિ કરી છે. આજે જે પણ ટેક્નૉલૉજી તમે જુઓ છો એ છેલ્લાં ૨૦૦ વર્ષમાં વિકાસ પામી છે. જોકે મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો છેલ્લાં બે વર્ષમાં એમાં ભરપૂર પ્રમાણમાં પરિવર્તન જોવા મળ્યું છે. મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીમાં પરસ્પર મતભેદો પાછળ ઘણો સમય બરબાદ થયો છે. અમે સમયની સાથે સાધન અને ટૅલન્ટનો પણ વેડફાટ કર્યો છે, પરંતુ અમે હવે એક થઈને આવ્યા છીએ. હું આ માટે સરકારનો આભાર માનું છું. હું સરકારની વાત એટલા માટે કરું છું કેમ કે પહેલાંની અને હાલની સરકારે અમને ખાસ્સી મદદ કરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK