શ્રીદેવીના ચાહકોને પણ ખુશ કરવાની મારી જવાબદારી છે : જાહ્નવી

તે કહે છે કે મમ્મીને મળેલા પ્રેમ અને સપોર્ટ તેને પણ દર્શકો આપે એવી આશા છે

janhvi

જાહ્નવી કપૂરની ઇચ્છા છે કે દર્શકો તેને એટલો જ પ્રેમ આપે જેટલો તેની મમ્મી શ્રીદેવીને આપ્યો હતો. જાહ્નવી ‘ધડક’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. તેની પહેલી ફિલ્મ દ્વારા જ તેની સરખામણી તેની મમ્મી સાથે થવાની છે એ જાહ્નવીને ખબર છે, પરંતુ એમ છતાં તેને એની કંઈ પડી નથી. શ્રીદેવીનું મૃત્યુ ૨૪ ફેબ્રુઆરીએ દુબઈમાં થયું હતું. તેની મમ્મીના મૃત્યુ બાદ થોડા જ દિવસોમાં જાહ્નવીએ ફરી તેની ‘ધડક’નું શૂટિંગ શરૂ કર્યું હતું. આ ફિલ્મ વીસ જુલાઈએ રિલીઝ થઈ રહી છે ત્યારે જાહ્નવી ફક્ત એટલી આશા રાખી રહી છે કે દર્શકો તેનો સ્વીકાર કરે. આ વિશે વધુ જણાવતાં જાહ્નવીએ કહ્યું હતું કે ‘મારી મમ્મીની લેગસીની મને જાણ છે, પરંતુ મને એનો કોઈ ડર નથી. દર્શકોએ મારી મમ્મીને જેટલો પ્રેમ અને સપોર્ટ આપ્યો હતો એવો જ પ્રેમ અને સપોર્ટ મને પણ જોઈએ છે. મમ્મીના ચાહકોને પણ મારે ખુશ કરવા છે. મને ખબર છે આ માટે મારે ખૂબ જ મહેનત કરવી પડશે અને મારે કરવી પણ છે. મને લાગે છે કે દર્શકોને ખુશ કરવા એ મારી જવાબદારી છે. મારી મમ્મીએ તેમને ઘણું આપ્યું હતું અને એ જ રીતે તેમના ચાહકોએ પણ મમ્મીને ઘણું આપ્યું હતું. મારે પણ એ મેળવવું છે.’

જાહ્નવીએ મમ્મીને સેટ પર આવવા કેમ ના પાડેલી?


જાહ્નવી કપૂરે તેની કરીઅરની શરૂઆત પહેલાં જ તેની મમ્મી શ્રીદેવીને સેટ પર આવવા માટે ના પાડી દીધી હતી. જાહ્નવી અને શ્રીદેવીએ પહેલેથી નક્કી કરી દીધું હતું કે જાહ્નવી તેની મરજીથી અને તેની શરતો પર તેની કરીઅર બનાવશે. આ વિશે વધુ જણાવતાં જાહ્નવીએ કહ્યું હતું કે ‘મમ્મીએ મને ખૂબ જ સપોર્ટ કર્યો હતો, પરંતુ અમે પહેલેથી જ નક્કી કર્યું હતું કે આ મારી એકલીની મુસાફરી હશે. મને હજી પણ યાદ છે કે હું તેની આસપાસ સ્ક્રિપ્ટ વાંચી રહી હતી, પરંતુ તેણે એક વાર પણ એમ નથી કહ્યું કે આ લાઇનને આ રીતે બોલ. તે હંમેશાં કહેતી હતી કે તે મારી આ મુસાફરીને મારી રીતે હૅન્ડલ કરવા દેવા ઇચ્છતી હતી. મેં પણ મમ્મીને મારી ફિલ્મના સેટ પર આવવાની ના પાડી દીધી હતી. હું શું કરી રહી છું એ તેમને ફાઇનલ પ્રોડક્ટમાં જ દેખાડવા માગતી હતી. હું નહોતી ઇચ્છતી કે કયા દૃશ્યને કઈ રીતે ભજવવું એ મમ્મી મને કહે.’

Comments (1)Add Comment
...
written by get new, July 12, 2018
these are two stars, I watched their performance on YouTube, get new I really liked it
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy