અભિષેકે ફિલ્મોમાંથી બ્રેક લીધો અને ફરી કામ કરવું એ ઘણી હિંમતની વાત છે : તાપસી પન્નુ

તાપસી પન્નુનું કહેવું છે કે અભિષેક બચ્ચને ફિલ્મોમાંથી બ્રેક લીધો અને ફરી પાછું કામ શરૂ કરવું એ ખૂબ જ હિંમતની વાત છે.

gtaapsee

૨૦૧૬માં આવેલી ‘હાઉસફુલ ૩’ બાદ અભિષેકે પોતાની કરીઅરને યોગ્ય દિશામાં લઈ જવા માટે બ્રેક લીધો હતો અને કેવી ફિલ્મો કરવી એ માટે મનોમંથન કર્યું હતું. તેઓ ‘મનમર્ઝિયાં’માં સાથે કામ કરી રહ્યાં છે. સાથે કામ કર્યા બાદ અભિષેકનાં વખાણ કરતાં થાકતી નથી તાપસી પન્નુ. ફિલ્મોમાંથી બ્રેક લેવાનો અભિષેકનો નિર્ણય દેખાડે છે કે ઇન્ડસ્ટ્રીમાં અસ્થિરતા છે અને સ્ટાર કિડ હોય કે ઇન્ડસ્ટ્રીની બહારીની કોઈ વ્યક્તિ, દરેકે એનો સામનો કરવો પડે છે. અભિષેકના આ નિર્ણય વિશે વાત કરતાં તાપસીએ કહ્યું હતું કે ‘અભિષેક ક્યારેક કેટલીક બાબતોને લઈને ચોક્કસ હોય છે તો ક્યારેક અનિશ્ચિત હોય છે, પરંતુ તમામ ઉતારચડાવમાંથી પાર પડવા માટે માનસિક રીતે વ્યક્તિ સ્ટ્રૉન્ગ હોવી જરૂરી છે. ત્યાર બાદ ફિલ્મોમાંથી બ્રેક લેવો અને દરેક વસ્તુને થાળે પાડીને ‘મનમર્ઝિયાં’ જેવી ફિલ્મ દ્વારા કમબૅક કરવા માટે પણ હિંમત જોઈએ છે. આ કોઈ પરંપરાગત હીરો પર આધારિત ફિલ્મ નથી. અભિષેક ખૂબ જ બહાદુર અને સ્ટ્રૉન્ગ વ્યક્તિ છે જેણે આ ફિલ્મ માટે હા પાડી. આ માટે હિંમતની જરૂર છે.’

અભિષેકે પોતાને પુરવાર કર્યો હોવાનું જણાવતાં તાપસીએ કહ્યું હતું કે ‘તેના બૅકગ્રાઉન્ડ વિશે વાત કરીએ તો તે અમિતાભ બચ્ચનનો દીકરો છે અને એથી જ તેમના વારસાને ટકાવી રાખવાની પૂરી જવાબદારી તેના પર છે. તે સ્ટાર કિડ હોવાથી તેમને દરેક પ્રકારના ફાયદાઓ પણ મળે છે, પરંતુ એમ છતાં અભિષેકે એક ઍક્ટર તરીકે  પોતાને પુરવાર કર્યો છે. એવું નથી કે તેણે સારો પર્ફોર્મન્સ નથી આપ્યો અને એ આપણે બધા જાણીએ જ છીએ.’

બૉલીવુડમાં ફેમસ અટક હોવા વિશે શું કહેવું છે તાપસી પન્નુનું


તાપસી પન્નુનું કહેવું છે કે બૉલીવુડમાં ફેમસ અટક હોવાની સાથે તેમના પર એક પ્રેશર પણ આવી જાય છે. બૉલીવુડમાં કપૂર, ખાન અને બચ્ચન ફૅમિલી ખૂબ જ જાણીતી છે. આ ફૅમિલીના સ્ટાર કિડને ફિલ્મની ઑફર તરત મળી જાય એમાં નવાઈ નથી, પરંતુ એમ છતાં તેમના પર ઘણું પ્રેશર હોય છે. આ વિશે પૂછતાં તાપસીએ કહ્યું હતું કે ‘નામની પાછળ ફેમસ અટક હોવાનો ફાયદો અને ગેરફાયદો બન્ને છે. સ્ટાર કિડ્સને હંમેશાં તકો મળતી આવે છે અને એમાંથી તેમણે પસંદ કરવાની હોય છે. બીજી તરફ બહારની વ્યક્તિને પસંદગીની વાત જ દૂર, તેમને ઑફર પણ નથી મળતી. આ એક મોટો તફાવત છે. જોકે તેમના માટે પણ બધું સરળ નથી હોતું, કારણ કે તેઓ એક ફેમસ નામ સાથે આવે છે અને તેમણે એ માટે લોકોને જવાબ આપવાનો રહે છે. ઇન્ડસ્ટ્રીની બહારથી આવતી વ્યક્તિ પર આવું કોઈ પ્રેશર નથી હોતું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK