કૅમેરાની સામે હું ઢોંગ નથી કરી શકતો : સલમાન

સલમાન ખાનનું કહેવું છે કે કૅમેરાની સામે તે ખોટો દેખાડો નથી કરી શકતો.

salman

સલમાનનું કહેવું છે કે ઍક્ટર ગમેતેટલો મોટો સુપરસ્ટાર કેમ ન હોય, પરંતુ તે દર્શકોને કૅમેરાની સામે ઊભા રહી છેતરી નથી શકતો. સલમાનનું ફૅન-ફૉલોઇંગ ખૂબ જ મોટું છે અને તે માને છે કે દર્શકોને રિયલ પર્સનાલિટી દેખાડવી જરૂરી છે. આ વિશે વધુ જણાવતાં સલમાને કહ્યું હતું કે ‘કૅમેરાની સામે ઊભા રહી ખોટો દેખાડો કરવો અશક્ય છે. તમે જ્યારે પાત્ર ભજવી રહ્યા હો ત્યારે તમે ઢોંગ નહીં કરી શકો. અમે જ્યારે પણ ડાયલૉગ, ઇમોશન્સ અથવા તો એક્સપ્રેશન આપીએ છીએ ત્યારે એ અમારી પર્સનાલિટીમાંથી જ આવે છે. એ અમારા જીવનનો એક પાર્ટ હોય છે. તમે ખોટો દેખાડો કરી રહ્યા હો તો કૅમેરામાં તમે પકડાઈ જાઓ છો. તમે થોડા સમય સુધી કૅમેરાની સામે કેટલાક લોકોને છેતરી શકો છો, પરંતુ તમે હંમેશાં દરેક વ્યક્તિને નહીં છેતરી શકો. તમે ગમેતેટલી કોશિશ કરો, તમારી અંદર રહેલી વ્યક્તિ એક દિવસ તો કૅમેરાની સામે આવીને જ રહેશે. તમારે પોતાને લોકો સમક્ષ રજૂ કરવું જરૂરી છે નહીંતર દર્શકો તમારી સાથે કનેક્ટ નહીં થઈ શકે અને એથી જ તમને સફળતા પણ નહીં મળે.’

સલમાન ખાનને કઈ વાતથી ટેન્શન થાય છે?

સલમાન ખાનનું કહેવું છે કે તેને તેની આસપાસ ફરતી કોઈ પણ કન્ટ્રોવર્સીથી અસર નથી થતી, પરંતુ તેના પરિવારને લઈને તે ટેન્શનમાં આવી જાય છે. આ વિશે વધુ જણાવતાં સલમાને કહ્યું હતું કે ‘મને ટીવી-શો કરવામાં પહેલાં ડર લાગી રહ્યો હતો, કારણ કે એ વખતે હું જેલની અંદર-બહાર જઈ રહ્યો હતો. મારી આસપાસ ઘણી કન્ટ્રોવર્સી હતી અને હું ટીવી પર રિયલ સલમાન ખાનને દેખાડી રહ્યો હતો. આ બધી વાતોથી મને કોઈ અસર નથી થતી, પરંતુ જ્યારે લોકો મારા ઘરે ફોન કરીને કહે છે કે સલમાને આ કર્યું અને પેલું કર્યું ત્યારે મને ટેન્શન થાય છે. એક દિવસ મારા ઘરે પોલીસ આવી હતી અને મારી મમ્મી ચિંતામાં આવી ગઈ હતી અને તેણે પૂછ્યું હતું કે શું થયું? જોકે પોલીસે કહ્યું હતું કે ચોથા માળે આગ લાગી છે એથી તેઓ આવ્યા છે. આથી પોલીસની હાજરીથી પણ મારો પરિવાર ચિંતામાં આવી જાય છે એનાથી મને ટેન્શન છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK