ફિલ્મ સાઇન કરવા પહેલાં હું શાહિદની સલાહ લઈશ : ઈશાન ખટ્ટર

ઈશાન ખટ્ટરનું કહેવું છે કે તે ફિલ્મ સાઇન કરવા પહેલાં હંમેશાં તેના સાવકા ભાઈ શાહિદ કપૂર સાથે ચર્ચા કરશે.

shahid

મોહર બાસુ

ઈશાને ઈરાનિયન ફિલ્મમેકર માજિદ મજીદીની ફિલ્મ ‘બિયૉન્ડ ધ ક્લાઉડ્સ’ દ્વારા ઍક્ટિંગ કરીઅરની શરૂઆત કરી હતી, પરંતુ ‘ધડક’ દ્વારા તે બૉલીવુડમાં કામ કરી રહ્યો છે. ‘બિયૉન્ડ ધ ક્લાઉડ્સ’ બૉક્સ-ઑફિસ પર એટલી સફળ નહોતી રહી, પરંતુ ઈશાનનું કહેવું છે કે માજિદ મજીદી જેવી વ્યક્તિ સાથે કામ કરીને ઍક્ટર તરીકે તેને ખૂબ જ શીખવા મળ્યું છે. ‘ધડક’ ઈશાનની કમર્શિયલ ફિલ્મ છે અને એ માટે તેણે ખૂબ જ મહેનત કરી છે. આ ફિલ્મ માટે તેણે ઘણી મહેનત કરી છે અને તેણે ઉદયપુરના રહેવાસી તરીકે દેખાવા માટે કાન પણ વીંધાવ્યા છે. ભવિષ્યની ફિલ્મની પસંદગી વિશે પૂછતાં ઈશાને કહ્યું હતું કે ‘શાહિદ કપૂર એકમાત્ર એવી વ્યક્તિ છે જેની સાથે હું કોઈ પણ વાત કરી શકું છું. તે મારી પ્રેરણાનો સ્રોત છે. અત્યાર સુધી ફિલ્મોએ મને પસંદ કર્યો છે, પરંતુ હવેથી હું જે પણ ફિલ્મ પસંદ કરીશ એ પહેલાં તેની પાસેથી સલાહ લઈશ. કોઈ પણ નિર્ણય લેવા પહેલાં હું તેની સાથે ચર્ચા કરીશ. તે પણ હું ફિલ્મ સાઇન કરું એ પહેલાં મારી સાથે ચર્ચા કરવા માગે છે. મારી ફિલ્મ કોણ બનાવી રહ્યું છે, કોણ હિરોઇન છે વગેરે જેવી વાતોની માહિતી તેને મારી પાસેથી ફિલ્મ સાઇન કરવા પહેલાં જોઈએ છે.’

ઈશાન ખટ્ટર માટે ડેબ્યુ ફિલ્મ કરતાં મુશ્કેલ રહી ‘ધડક’


ઈશાન ખટ્ટરનું કહેવું છે કે તેની પહેલી ફિલ્મ કરતાં ‘ધડક’ ખૂબ જ ચૅલેન્જિંગ છે. ઈશાને ‘બિયૉન્ડ ધ ક્લાઉડ્સ’ દ્વારા ઍક્ટિંગની શરૂઆત કરી હતી. ‘ધડક’ તેની બીજી ફિલ્મ છે. પહેલી ફિલ્મ અને ‘ધડક’ના તફાવત વિશે પૂછતાં ઈશાને કહ્યું હતું કે ‘મને ‘ધડક’ વધુ ચૅલેન્જિંગ લાગી છે. આ ફિલ્મમાં મારા પાત્રનું નામ મધુકર છે અને તે મારી ઓરિજિનલ પર્સનાલિટી કરતાં એકદમ અલગ છે. આ માટે મારે ખૂબ જ મહેનત કરવી પડી છે. મારી ડેબ્યુ ફિલ્મ કરતાં ‘ધડક’ ખૂબ જ મુશ્કેલ રહી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy