પૉપ્યુલર ઍક્ટરના અવૉર્ડ માટે ઘણા લાંબા સમયથી લાઇનમાં હતો : ઇરફાન

ઇરફાને કહ્યું હતું કે પૉપ્યુલર હીરોના અવૉર્ડ માટે તે ઘણા લાંબા સમયથી લાઇનમાં ઊભો હતો.

irrfan

ઇરફાનને ઘણી વાર ક્રિટિક્સ દ્વારા વખાણવામાં આવ્યો છે, પરંતુ તેને ક્યારેય પૉપ્યુલર ઍક્ટરનો અવૉર્ડ નહોતો મળ્યો. રવિવારે મુંબઈમાં યોજાયેલા એક અવૉર્ડ્સ-શોમાં ઇરફાનને ‘હિન્દી મીડિયમ’ માટે બેસ્ટ પૉપ્યુલર ઍક્ટરનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ વિશે ઇરફાને કહ્યું હતું કે ‘પૉપ્યુલર મેઇન ઍક્ટરની કૅટેગરીમાં પૉપ્યુલર અવૉર્ડ મળવો એ મારા માટે ખૂબ જ મોટી વાત છે. હું આ માટે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો. આ વખતે મારી બે ફિલ્મો ‘હિન્દી મીડિયમ’ અને ‘કરીબ કરીબ સિંગલ’ માટે મારું નામ નૉમિનેટ હતું. હું આ અવૉર્ડનું ધામધૂમથી સેલિબ્રેશન કરીશ, પરંતુ ગૉડ પ્રૉમિસ હું એના ભ્રમમાં નહીં રહું.’

આ વિશે ઇરફાને ટ્વીટ પણ કર્યું હતું કે ‘હાંસિલ’થી ‘હિન્દી મીડિયમ’ સુધી, વિલનથી પૉપ્યુલર હીરો તરીકેની સફર માટે હું તમામનો આભાર માનું છું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy