સૈન્ય પર પથ્થરમારો કરનારી કાશ્મીરી ફુટબૉલ-પ્લેયરની બાયોપિકની દોડમાં આ 3 અભિનેત્રીઓ

અફશાં આશિક રમવાની સાથે ફુટબૉલનું કોચિંગ પણ કરે છે અને તે એપ્રિલમાં પોલીસ પર પથ્થર ફેંકવા બદલ ચર્ચામાં પણ આવી હતી


footballar

ઉપાલા કેબીઆર

કાશ્મીરી ફુટબૉલ-પ્લેયર અફશાં આશિકની બાયોપિકની દોડમાં ક્રિતી સૅનન, ઇલિઆના ડિક્રુઝ અને અથિયા શેટ્ટીનો સમાવેશ  છે. અફશાં ફુટબૉલ-પ્લેયર છે અને તે મહિલા ફુટબૉલ ટીમનું કોચિંગ પણ કરે છે. જોકે ૨૧ વર્ષની અફશાં એપ્રિલમાં કાશ્મીરમાં પોલીસ પર પથ્થરમારો કરવા બદલ પણ ચર્ચામાં આવી હતી. કાશ્મીરમાં ચાલી રહેલા પ્રૉબ્લેમ માટે હિંસા છેલ્લો ઉકેલ છે એવું અફશાં નથી માનતી, પરંતુ ત્યાંની પોલીસ મહિલાઓનો રિસ્પેક્ટ કરતી ન હોવાથી અફશાંએ પથ્થરમારો કર્યો હોવાનું કહ્યું હતું. ૨૦૧૭માં આવેલી ‘લાલી કી શાદી મેં લડ્ડુ દીવાના’નો ડિરેક્ટર મનીષ હરિશંકર અફશાંની બાયોપિક બનાવી રહ્યો છે. આ ફિલ્મનું નામ તેણે ‘હોપ સોલો’ આપ્યું છે. અમેરિકન સોકર ગોલકીપર અને બે વાર ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર હોપ સોલો તેની રોલમૉડલ છે એથી આ ફિલ્મનું નામ ‘હોપ સોલો’ રાખવામાં આવ્યું છે. એ વિશે મનીષ કહે છે કે ‘હું જ્યારે અફશાંને મળ્યો હતો ત્યારે કાશ્મીરમાં ફુટબૉલ રમવા માટે તેણે કેટલી મુસીબતનો સામનો કરવો પડ્યો હતો એ વિશે મને કહ્યું હતું. તેનાં મમ્મી-પપ્પા સહિત દરેક વ્યક્તિ તેનો વિરોધ કરી રહ્યાં હતાં. લડકી હૈ, ફુટબૉલ કૈસે ખેલેંગી એવું દરેક વ્યક્તિ તેને કહેતી હતી. જોકે તેનાં સપનાં પૂરાં કરવા માટે અફશાંએ સોસાયટીની સાથોસાથ તેનાં મમ્મી-પપ્પા સામે પણ લડવું પડ્યું હતું. કાશ્મીરમાં રહીને મહિલાએ ફુટબૉલની જર્સી પહેરવી એ ખૂબ હિમ્મતની વાત છે. તમે જ્યારે અફશાંની વાત સાંભળશો ત્યારે તમને એવો અહેસાસ થશે કે કાશ્મીરી છોકરીઓ માટે અફશાં જ એકમાત્ર હોપ છે.’

એપ્રિલમાં કાશ્મીરી પોલીસોને પથ્થર મારી રહેલી ફુટબૉલ-પ્લેયર અફશાં આશિક (ઇન્સેટ).

આ ફિલ્મ માટે ક્રિતી, ઇલિઆના અને અથિયા ચર્ચામાં છે એ વિશે પૂછતાં મનીષ કહે છે કે ‘હું એ માટે એટલું જ કહી શકું કે આ ફિલ્મને લઈને અમે હમણાં કેટલીક અભિનેત્રીઓ સાથે વાત કરી રહ્યા છીએ. આ ફિલ્મ માટેની હિરોઇન ઊંચાઈમાં લાંબી હોવી જોઈએ અને ઍથ્લેટિક બૉડી હોવી જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy