હુમાને ફિલ્મી કરીઅરની શરૂઆતમાં આવું કહેવામાં આવેલું

હુમા કુરેશી હાલમાં રજનીકાન્તની ‘કાલા’માં કામ કરી રહી છે, પરંતુ ફિલ્મી કરીઅરની શરૂઆતમાં તેને તેનું નામ બદલવા માટે કહેવામાં આવેલું.

huma qureshi
હુમાને ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર ૨’ અને ‘જૉલી LLB 2’ જેવી ફિલ્મો માટે ઓળખવામાં આવે છે. આ વિશે જણાવતાં હુમા કહે છે, ‘હુમા નામની પાકિસ્તાની ઍક્ટ્રેસ હોવાથી મને ફિલ્મી કરીઅરની શરૂઆતમાં નામ બદલવા માટે કહેવામાં આવેલું. જો મારે લીડિંગ હિરોઇન તરીકે કામ કરવું હોય તો નામ બદલવું પડશે એવું મને કહેવામાં આવેલું. જોકે હું એ માટે તૈયાર નહોતી. મેં નક્કી કરી લીધું હતું કે હું હંમેશાં હુમા કુરેશી જ રહીશ અને લોકો મને એ નામથી જ ઓળખશે. હું મુંબઈ આવી ત્યાર બાદ મને ઘણું કામ મળવા લાગ્યું હતું. મેં ઘણા સારા-સારા ઍડ ફિલ્મમેકર્સ સાથે કામ કર્યું છે. એવા પણ દિવસો હતા જ્યારે હું સવારના ડબ્બો પૅક કરીને નીકળી જતી અને રાતે આવતી. મારે ઘણાં ઑડિશન આપવા પડતાં હતાં. એક ગુજરાતી આન્ટી મને ડબ્બો બનાવી આપતી હતી, જેથી અમે ઘરનું ખાવાનું જમી શકીએ. કાસ્ટિંગ એજન્ટ અમને ફોન કરીને કહેતો કે આજે ઇન્ડિયન અથવા તો વેસ્ટર્ન આઉટફિટમાં ઑડિશન આપવાનું છે. એ મુજબ અમે અમારી બૅગ તૈયાર કરતાં અને સ્ટુડિયોમાં જઈને કપડાં ચેન્જ કરતા.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy