આધુનિક સંબંધોને લઈને આજની જનરેશનને શું ટિપ આપી હૃતિકે?

હૃતિક રોશને આજની નવી જનરેશનના સંબંધોને લઈને તેમને એ માટેની ટિપ આપી છે.

પીગૂપગક

હૃતિકનું કહેવું છે કે આજની યુવાપેઢી ટાઇપ કરેલા મેસેજ દ્વારા ખરા હેતુને  સમજી શકતી નથી. ‘કોઈ... મિલ ગયા’ને પંદર વર્ષ થતાં હૃતિકે એ ફિલ્મની સાથે આજની જનરેશનની સરખામણી કરી છે. ‘કોઈ... મિલ ગયા’ ૨૦૦૩ની આઠ ઑગસ્ટે રિલીઝ થઈ હતી અને આ ફિલ્મથી હૃતિકને ખૂબ જ શીખવા મળ્યું છે. આ ફિલ્મમાં તેણે રોહિતનું પાત્ર ભજવ્યું હતું અને ત્યાર બાદની ફિલ્મોમાં તેણે ક્રિશનું પાત્ર ભજવ્યું હતું. આ વિશે વધુ જણાવતાં હૃતિકે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે ‘મારી ‘કોઈ... મિલ ગયા’એ ક્રિશને જનમ આપ્યો હતો અને રોહિતનું પાત્ર ભજવતાં મારામાં એક નવી ઊર્જાનો સંચાર થયો હતો. મને બોલવામાં તકલીફ પડી હતી એ પરિસ્થિતિમાં પણ રોહિતે મને એને સારી રીતે સમજવામાં મદદ કરી છે. એનાથી મને અહેસાસ થયો હતો કે જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે. રોહિતના પાત્ર દ્વારા મને સમજમાં આવ્યું હતું કે તમારી બહાદુરી જેટલી જ તમારી શક્તિ મહત્વની નથી હોતી. તમારામાં કોઈ કમજોરી હોય તો એ મોટી વાત નથી. આ કમજોરીનો સ્વીકાર કરવો પણ એક હિંમતની વાત છે.’

આ સાથે જ રિલેશનશિપમાં પણ તેને આ ફિલ્મને કારણે ઘણું શીખવા મળ્યું હતું. આ વિશે જણાવતાં હૃતિકે કહ્યું હતું કે ‘બીજી વસ્તુ રોહિતે મને એ શીખવી હતી કે ક્યારેય એ વિચારવું ન જોઈએ કે લોકો શું વિચારશે. તેણે ક્યારેય એવું વિચાર્યું નથી. આજના sms અને વૉટ્સઍપના યુગમાં આપણે અનેક વાર લોકોનું માઇન્ડ વાંચવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ રોહિતના પાત્ર દ્વારા મને શીખવા મળ્યું હતું કે ક્યારેય લોકોનાં માઇન્ડ વાંચવાનો પ્રયાસ કરવો નહીં.’

આજની જનરેશનને ટિપ આપતાં હૃતિકે લખ્યું હતું કે ‘હું આજની જનરેશનને એક સારી સલાહ આપવા માગું છું કે તમે ટાઇપ કરેલા મેસેજની અંદર છુપાયેલા હેતુને ક્યારેય સમજી શકશો નહીં. આજકાલના સંબંધો માત્ર ટાઇપ કરેલા મેસેજ પર નિર્ભર રહે છે, જેના કારણે મને સંબંધો પર દયા આવે છે. પંદર વર્ષ અગાઉ થિયેટર્સમાં જાદુ થયો હતો અને બીજો જાદુ મારી લાઇફમાં થયો હતો. હંમેશાં આગળ વધતા રહેવું. ભૂતકાળમાં પણ લોકો કહી ગયા છે એ જ વાત હું તમને આજે કહું છું અને એક દિવસ તમે પોતે પણ આ વાત કહેશો કે જે વીતી ગયું છે એને પાછળ ફરીને જોવાનો કોઈ મતલબ નથી. બધું સમય સાથે પાર પડશે એનું હું તમને પ્રૉમિસ આપું છું. ફિલ્મની પંદરમી ઍનિવર્સરી પર હું ફિલ્મની મારી મનપસંદ અને યાદગાર ક્ષણોને તમારી સાથે શૅર કરું છું. આ જર્નીમાં સહભાગી થયેલા સૌનો હું આભાર માનું છું. ખાસ કરીને મારાં મમ્મી-ડૅડી અને તમે (દર્શકો) આપેલા પ્રેમ માટે હું આભાર માનું છું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK