સની દેઓલને બનાવવી છે ધર્મેન્દ્રની બાયોપિક

હું કોઈ પણ રૅન્ડમ વ્યક્તિ સાથે એ નહીં બનાવું. રાઇટરે આ પાછળ ખાસ્સો ટાઇમ પસાર કરીને એને અદ્ભુત ફિલ્મમાં રૂપાંતર કરવાની રહેશે

sunny



સની દેઓલને હવે તેના પિતા ધર્મેન્દ્રની બાયોપિક બનાવવામાં રસ છે. બૉલીવુડમાં બાયોપિકને ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને એમાં ‘સંજુ’ તાજું ઉદાહરણ છે. સની દેઓલ હાલમાં તેના ભાઈ બૉબી દેઓલ અને ધર્મેન્દ્ર સાથે તેમની ફિલ્મ ‘યમલા પગલા દીવાના ફિર સે’નું પ્રમોશન કરી રહ્યો છે. આ પ્રમોશનમાં તેના પિતાની બાયોપિક વિશે પૂછવામાં આવતાં સની દેઓલે કહ્યું હતું કે ‘બાયોપિકનો હાલમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેમની બાયોપિક બનાવવાનો આઇડિયા સારો છે, પરંતુ જો મને સારા સ્ક્રીપ્ટરાઇટર અને ડિરેક્ટર મળશે તો જ હું એ બનાવીશ. હું કોઈ પણ રૅન્ડમ વ્યક્તિ સાથે એ નહીં બનાવું. રાઇટરે આ પાછળ ખાસ્સો ટાઇમ પસાર કરીને એને અદ્ભુત ફિલ્મમાં રૂપાંતર કરવાની રહેશે. આ સરળ નહીં રહે, કારણ કે મારા પિતા પણ એમાં સાથ આપશે. તેમના વિશે દરેક વ્યક્તિને બધું જ ખબર હોવાથી એને યોગ્ય રીતે અને એન્ટરટેઇનમેન્ટ રીતે કહેવી જરૂરી છે. રિસર્ચની જરૂર નથી, કારણ કે મારા પપ્પા તેમની સ્ટોરી કહેવા માટે તૈયાર છે.’

ધમેન્દ્રનું પાત્ર તે ભજવશે એ વિશે પૂછતાં સનીએ કહ્યું હતું કે ‘મેં એ વિશે વિચાર્યું નથી. મને ખબર છે કે હું મારા પપ્પા જેવો દેખાઉં છું, પરંતુ મારો દીકરો પણ તેમની યુવાનીનું પાત્ર ભજવી શકે છે. જોકે આ બધું સ્ટોરી પર આધારિત છે.’

કરણે ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા પોતાની જાતે મહેનત કરવી પડશે : સની દેઓલ


સની દેઓલ તેના દીકરા કરણને બૉલીવુડમાં ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ દ્વારા લૉન્ચ કરી રહ્યો છે. તેનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે કરણે પોતે મહેનત કરવી પડશે. ‘પલ પલ દિલ કે પાસ’ને સની દેઓલ ડિરેક્ટ કરી રહ્યો છે. આ વિશે વધુ જણાવતાં સનીએ કહ્યું હતું કે ‘હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે મેન્ટલી તૈયાર હતો. મને ખબર છે કે તે પણ પોતાની જાતે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા માટે તૈયારી કરી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવું તેના પર છે. તે પોતાની જાતને કેવી રીતે પ્રેઝન્ટ કરે છે, કેવી ફિલ્મો પસંદ કરે છે એના પર બધો આધાર છે. એક પિતા તરીકે હું હંમેશાં તેની સાથે છું. હું તેના માટે જઈને કામ નથી કરી શકતો કે તેના માટે ફિલ્મો પણ હું પસંદ નહીં કરું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK