બૉક્સ-ઑફિસ પર ગાજી ગોલ્ડ અને સત્યમેવ જયતે

પહેલા દિવસે અક્ષયકુમારની ફિલ્મનો ૨૫.૨૫ કરોડ અને જૉન એબ્રાહમની ફિલ્મનો ૨૦.૫૨ કરોડ રૂપિયાનો બિઝનેસ

satya



અક્ષયકુમારની ‘ગોલ્ડ’ અને જૉન એબ્રાહમની ‘સત્યમેવ જયતે’એ બૉક્સ-ઑફિસ પર પહેલા દિવસે ધમાલ મચાવી દીધી છે. ૨૦૧૮માં પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મના ટૉપ ફાઇવના લિસ્ટમાં આ બન્ને ફિલ્મો પહોંચી ગઈ છે.

બૉક્સ-ઑફિસ પર બે ફિલ્મોની ટક્કરને કારણે બન્ને ફિલ્મે સહન કરવું પડે છે, પરંતુ આ બન્ને ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે. અક્ષયકુમાર અને જૉન ખૂબ જ સારા મિત્રો હોવા છતાં તેમની ફિલ્મની ટક્કર જોવા મળી છે. ‘ગોલ્ડ’એ પહેલા દિવસે ૨૫.૨૫ કરોડ રૂપિયાનો અને ‘સત્યમેવ જયતે’એ ૨૦.૫૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. અક્ષયકુમારની ‘પૅડમૅન’નો પહેલા દિવસનો બિઝનેસ ૧૦.૨૬ કરોડ રૂપિયા હતો. આ ફિલ્મ સોશ્યલ ઇશ્યુ પર હતી, જ્યારે ‘ગોલ્ડ’ ભારતે આઝાદી બાદ મેળવેલા પહેલા ગોલ્ડ મેડલ પર બનાવવામાં આવી છે. જૉનની ‘સત્યમેવ જયતે’ પણ કરપ્શનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ બન્ને ફિલ્મને બુધવારે એટલે કે ૧૫ ઑગસ્ટે રિલીઝ કરવામાં આવી હતી. જાહેર રજાને કારણે આ બન્ને ફિલ્મને એનો ફાયદો થયો એમાં બે મત નથી. આ બન્ને ફિલ્મે ૨૦૧૮ની પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરતી ફિલ્મમાં એન્ટ્રી મેળવીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

gold


૨૦૧૮માં પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મો

ફિલ્મનું નામ    બિઝનેસ (રૂપિયામાં)
સંજુ                ૩૪.૭૫ કરોડ
રેસ ૩             ૨૯.૧૭ કરોડ
ગોલ્ડ              ૨૫.૨૫ કરોડ
બાગી ૨           ૨૫.૧૦ કરોડ
સત્યમેવ જયતે    ૨૦.૫૨ કરોડ

નોંધ : ‘પદ્માવત’નો પહેલા દિવસનો બિઝનેસ ૧૮ કરોડ રૂપિયા છે, પરંતુ પેઇડ રિવ્યુઝના ૬ કરોડ સાથે ૨૪ કરોડ રૂપિયા ગણવામાં આવે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK