પદ્માવતીને લઈને શાહિદ કપૂરે કરી આવી આજીજી

કહ્યું કે લોકો જે કહે છે એના પર આંધળો વિશ્વાસ કરવા કરતાં પોતે થિયેટરમાં જઈને ફિલ્મ જોયા બાદ મંતવ્ય બાંધો

shahid kapoor




‘પદ્માવતી’ને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ શાહિદ કપૂરે દર્શકોને વિનંતી કરી છે કે ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદ પર વિશ્વાસ કરવા કરતાં પહેલાં એ ફિલ્મને થિયેટરમાં જઈને જુઓ. આ ફિલ્મ પહેલી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે અને એ માટે નોએડામાં રવિવારે ફિલ્મને થિયેટરમાં ન જોવા માટે વિરોધ કરવામાં આવ્યો હતો. એ વિશે શાહિદ કપૂરે કહ્યું હતું કે ‘આ ઇશ્યુ વિશે હું ઘણા સમયથી લોકોને સમજાવી રહ્યો છું કે પહેલાં ફિલ્મ જુઓ અને ત્યાર બાદ એ વિશે તમારા મંતવ્ય બાંધો. ફિલ્મને એક ચાન્સ આપો, એ વિશે લોકો જે કહે છે એના પર આંધળો વિશ્વાસ ન કરો. અમે દરેક લોકોની લાગણીને ધ્યાનમાં રાખી છે. અમે આ ફિલ્મને અમારાથી બને એટલી શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. લોકો ફિલ્મ વિશે જે વિચારી રહ્યા છે એની પણ અમે રિસ્પેક્ટ કરીએ છીએ, પરંતુ તમારે પહેલાં ફિલ્મ જોવી જોઈશે.’

‘બત્તી ગુલ મીટર ચાલુ’ માટે હજી સુધી કોઈ હિરોઇનને સાઇન કરવામાં નથી આવી : શાહિદ કપૂર

શાહિદ કપૂરે ‘પદ્માવતી’ બાદ તેની આગામી ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’ની તૈયારી શરૂ કરી દીધી છે, પરંતુ હજી સુધી એ ફિલ્મ માટે તેની હિરોઇન પસંદ નથી થઈ. ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ના ડિરેક્ટર શ્રીનારાયણ સિંહની આગામી ફિલ્મમાં કૅટરિના કૈફને પસંદ કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. એ વિશે વધુ જણાવતાં શાહિદ કપૂર કહે છે કે ‘આ ફિલ્મ વિશે હજી સુધી કોઈ હિરોઇનને પસંદ કરવામાં નથી આવી. હિરોઇન સાઇન થયા બાદ હું એ વિશે જાહેરાત કરીશ.’

દીપિકા અને શાહિદે રૅમ્પ પર લગાવ્યો ગ્લૅમરનો તડકો

દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરે રવિવારે રાતે બાંદરામાં આવેલી એક હોટેલમાં યોજાયેલા ફૅશન-શોમાં રૅમ્પ-વૉક કર્યું હતું. આ ઇવેન્ટમાં બન્ને એકદમ અલગ જ ફૅશનમાં જોવા મળ્યાં હતાં. તસવીરો : ફાલ્ગુની અગરવાલ

પદ્માવતીની રિલીઝ માટે અમે દિવસો ગણી રહ્યા છીએ : દીપિકા

deepika





‘પદ્માવતી’ને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે એની રિલીઝ માટે માટે ખૂબ જ આતુર છે દીપિકા પાદુકોણ. આ ફિલ્મ વિશે પૂછતાં દીપિકા કહે છે કે ‘આ ફિલ્મનાં પોસ્ટર અને ટ્રેલરને લઈને અમને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. આ ફિલ્મને મળેલા રિસ્પૉન્સને લઈને અમે ખૂબ ઉત્સાહી છીએ અને એ લોકોને દેખાડવા માટે અમે ખૂબ આતુર છીએ. અમારા માટે આ મુસાફરી ખૂબ જ અદ્ભુત રહી છે અને અમે હવે આ ફિલ્મની રિલીઝ માટે દિવસો ગણી રહ્યા છીએ.’

ફિલ્મ ‘પદ્માવતી’ જોયા વગર કોઈ પણ નિર્ણય ન લેવો જોઈએ. સંજય લીલા ભણસાલીએ ખૂબ જ સારી ફિલ્મ બનાવી છે અને એમાં કોઈ પણ ખોટાં દૃશ્યો નથી દેખાડવામાં આવ્યાં.

- સલમાન ખાન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy