આ દુનિયામાં મારી હાજરી અને મારા ઍટિટ્યુડ વિશે ઘણું સાંભળવું પડ્યું છે : અમિતાભ બચ્ચન

સેલિબ્રિટી હોવા છતાં કેરળ માટે ફક્ત ૫૧ લાખનું દાન કર્યું હોવાની ચર્ચા ચાલતાં આવું કહ્યું બિગ બીએ

amitabh



અમિતાભ બચ્ચને કહ્યું હતું કે તેમના ઍટિટ્યુડને કારણે લોકોએ તેમની ઘણી નિંદા કરી છે અને તેમણે અપશબ્દો પણ સાંભળવા પડ્યા છે. બિગ બી ક્યારેય તેમના દ્વારા લોકોને કરવામાં આવેલી સેવા વિશે જાહેરમાં બોલતા નથી. તેમ જ તેમણે હાલમાં ખેડૂતો માટે ચૂકવેલી લોન, શહીદોની ફૅમિલીને કરેલી નાણાકીય મદદ વગેરે જેવી સેવા વિશે જણાવ્યું હતું. તેમણે કેરળ માટે પણ કરેલા દાન વિશે વિસ્તારથી કહ્યું હતું. જોકે પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે તેમણે ફક્ત ૫૧ લાખ રૂપિયાનું દાન કર્યું છે. આટલી મોટી સેલિબ્રિટી હોવા છતાં તેમણે આટલા જ રૂપિયા દાન કર્યા જેવી વાતો ચાલી હતી. આ વિશે વિસ્તારપૂર્વક અમિતાભ બચ્ચને તેમના બ્લૉગ પર લખ્યું હતું કે ‘આ વિશે વાત કરવાની પણ મને શરમ આવે છે, પરંતુ આપણે જે સમયમાં રહીએ છીએ એમાં આપણા વિચારો કરતાં ન્યુઝ અને ઇન્ફર્મેશન વધુ ઝડપથી ફેલાય છે. છેલ્લા થોડા દિવસથી કેટલાક ઍક્ટિવિસ્ટ દ્વારા ગેરસમજને કારણે મારા વિશે ખોટી વાતો કરવામાં આવી રહી છે તેમ જ અપશબ્દો પણ બોલવામાં આવી રહ્યા છે. આ કારણોસર મારે પરાણે આ વિશે ચર્ચા કરવી પડી રહી છે. આપણા દેશને પ્રોટેક્ટ કરવા માટે જવાનો શહીદ થયા છે એનાથી હું ખૂબ જ દુ:ખી છું. નજીવી કિંમતના કારણે પણ ખેડૂતો સુસાઇડ કરી રહ્યા છે એનું પણ મને દુ:ખ છે. એક પોતાના સ્વમાનને બચાવવા માટે જીવ આપી રહ્યો છે તો બીજી વ્યક્તિ દેશના સ્વમાનને બચાવવા માટે જીવ આપી રહી છે.’

ખેડૂતોના સુસાઇડ બાદ અને જવાન શહીદ થયા બાદ તેમની ફૅમિલીનું શું વિશે વધુ જણાવતાં બિગ બીએ લખ્યું હતું કે ‘આ વ્યક્તિના મૃત્યુ બાદ તેઓ તેમની પાછળ છોડી ગયેલી ફૅમિલીએ ઘણું સહન કરવું પડે છે. બલિદાનને કારણે ફૅમિલી પર ઘણી મુશ્કેલીઓ આવી જાય છે. તેમના દુ:ખને સમજવું મુશ્કેલ છે અને તેઓ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હોય એને બદલી નથી શકાતી, પરંતુ તેમને થોડી મદદ મળી રહે એ જરૂરી છે. એથી જ મેં તેમને મદદ કરી હતી.’

તેમણે કરેલી મદદ વિશે વાત કરવાના કારણ વિશે જણાવતાં બિગ બીએ લખ્યું હતું કે ‘મારે આ વિશે ક્યારેય વાત નહોતી કરવી. ભૂતકાળમાં પણ મેં ક્યારેય વાત નથી કરી. જોકે ‘કૌન બનેગા કરોડપતિ’ની પ્રેસ-કૉન્ફરન્સમાં એક જર્નલિસ્ટે મને પૂછuું હતું કે હું સોસાયટી માટે શું કરી રહ્યો છું. હું જે સામાજિક કાર્યો સાથે જોડાયેલો છું એ વિશે હું શું કરી રહ્યો છું? આથી મારે આ વિશે જણાવવું પડ્યું હતું. જર્નલિસ્ટ દ્વારા કદાચ મને હા અથવા તો ના પાડવા વિશે પૂછવામાં આવ્યું હોય એવું બની શકે. જોકે આ ગેમ-શોમાં મારી સામે આવતી દરેક વ્યક્તિ તેઓ કેવી-કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ છે એ વિશે વાત કરે છે. તેઓ કેવી રીતે નાની-નાની વાતોથી ખુશ થાય છે એ વિશે જણાવે છે અને એ બધું સાંભYયા બાદ મેં આ વિશે વાત કરવાનો નર્ણિય લીધો છે.’

તેમના ઍટિટ્યુડ વિશે ઘણા લોકોએ તેમને સંભળાવ્યું છે અને એ વિશે બિગ બીએ લખ્યું હતું કે ‘આ દુનિયામાં મારી હાજરી અને મારા ઍટિટuુડ વિશે મેં ઘણા અપશબ્દો સાંભYયા છે. મારે શું કરવું જોઈએ અને શું નહીં એ વિશે પણ લોકોએ મને ઘણું સંભળાવ્યું છે. મારી લાઇફ કેવી રીતે જીવવી, ઘૃણાસ્પદ આક્ષેપો, દ્રોહી, અધમ, ખરાબ અને લોકોનું અહિત ઇચ્છનાર આવી ટીકાઓનો મેં સામનો કર્યો છે. આ તમામ બાબતોનો મારી સાથે કોઈ સંબધ ન હોવા છતાં મારે એ સાંભળવું પડ્યું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK