દિલીપકુમાર અને સાયરા બાનુએ ઊજવી એકાવનમી વેડિંગ ઍનિવર્સરી

સદાબહાર ઍક્ટર-કપલ દિલીપકુમાર અને સાયરા બાનુએ ગઈ કાલની તેમની એકાવનમી વેડિંગ ઍનિવર્સરી નિમિત્તે સ્નેહ વ્યક્ત કરનારા અને પ્રાર્થના કરનારા તમામ મિત્રો અને ચાહકોનો આભાર માન્યો છે.

dilip kumar

૯૪ વર્ષના અફલાતૂન ઍક્ટર દિલીપકુમારના ટ્વિટર અકાઉન્ટ પર ૭૩ વર્ષનાં સાયરા બાનુએ અખૂટ સપોર્ટ અને બેસ્ટ વિશિઝની વર્ષા કરવા બદલ લાખો ચાહકો અને પ્રશંસકોનો આભાર માન્યો છે.

ટ્વિટર પર પોસ્ટમાં લખ્યું હતું કે ‘સાયરા બાનુનો સંદેશ : અમારી એકાવનમી વેડિંગ ઍનિવર્સરી નિમિત્તે પ્રેમ અને પ્રાર્થનાની વર્ષા કરવા બદલ અમે અમારા લાખો મિત્રો, પરિવારો અને ચાહકોનો આભાર માનીએ છીએ.’

સાયરા બાનુએ માઇક્રોબ્લૉગિંગ સાઇટ પર પતિ દિલીપકુમાર સાથે પિક્ચર પણ મૂક્યું છે.

દિલીપકુમાર અને સાયરા બાનુએ ૧૯૬૬માં લગ્ન કર્યાં હતાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy