કેરળના લોકોને મદદ માટે પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યું સની લીઓનીએ?

કેરળના લોકોને મદદ માટે પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યું સની લીઓનીએ?

sunny



સની લીઓનીએ કેરળમાં પૂરગ્રસ્તોને મદદ કરવા માટે પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. કેરળમાં વરસાદ અને પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ છે. લગભગ છ લાખ લોકો ઘરબાર વિનાના થઈ ગયા છે અને રાહતછાવણીઓમાં રહે છે. પૂરને કારણે મૃત્યુ પામેલી વ્યક્તિઓનો આંકડો પણ વધી રહ્યો છે. શાહરુખ ખાન, હૃતિક રોશન, અક્ષયકુમાર, જૅકલિન ફર્નાન્ડિસ, અનુષ્કા શર્મા, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, વરુણ ધવન જેવા ઍક્ટર્સના લિસ્ટમાં હવે સની લીઓનીનું પણ નામ જોડાઈ ગયું છે. સનીના કેરળમાં ઘણા ચાહકો છે અને તે જ્યારે પણ ત્યાં જાય છે ત્યારે તેને જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઊમટી આવે છે. તેની પૉપ્યુલરિટીને પગલે હવે સનીએ પણ પાંચ કરોડ રૂપિયા દાન કર્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. સનીએ તેના ટ્વિટર અકાઉન્ટ પર કેરળના મુખ્ય પ્રધાનની રાજ્યને મદદ કરવા માટેની અપીલને રીટ્વીટ કરી છે. આ વિશે સની લીઓનીના મૅનેજરે કહ્યું હતું કે ‘આ વિશે સની કોઈ વાત કરવા નથી માગતી અને તેણે કેટલા રૂપિયા ડોનેટ કર્યા છે એની પણ તે જાણ કરવા નથી માગતી. સનીનું માનવું છે કે આ તેના માટે પર્સનલ બાબત છે અને તે કેરળના લોકો માટે પ્રાર્થના કરી રહી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK