કંગના લેશે પંગા

બરેલી કી બર્ફીની ડિરેક્ટર અશ્વિની ઐયર તિવારીની આગામી ફિલ્મમાં બનશે કબડ્ડી પ્લેયર

kangana

‘બરેલી કી બર્ફી’ની ડિરેક્ટર અશ્વિની ઐયર તિવારીની ફિલ્મમાં કંગના રનોટ જોવા મળશે. આ એક ફૅમિલી ડ્રામા છે, પરંતુ એ નૅશનલ લેવલની કબડ્ડી પ્લેયરની સ્ટોરી છે. ફિલ્મમાં કંગનાની સાથે નીના ગુપ્તા અને ‘હૅપી ફિર ભાગ જાએગી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર પંજાબી સિંગર-ઍક્ટર જસ્સી ગિલ જોવા મળશે. આ ફિલ્મમાં ફૅમિલીનું કેટલું મહત્વ છે એ દેખાડવામાં આવશે અને એથી જ અશ્વિનીએ દરેક ઍક્ટરના અને પોતાની ફૅમિલી ફોટોનો સમાવેશ કરી એક વિડિયો શૅર કરીને ફિલ્મની જાહેરાત કરી છે. કંગના કબડ્ડી પ્લેયર બનશે એવી વાત ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ એની જાહેરાતની સાથે ફિલ્મનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ફિલ્મને આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ વિશે જણાવતાં કંગનાએ કહ્યું હતું કે ‘મારા માટે મારી ફૅમિલી ખૂબ જ મહત્વની છે. તેઓ મારા તમામ ઉતાર-ચડાવમાં મારી સાથે રહ્યા છે. આ ફિલ્મની સ્ટોરી અને એનાં ઇમોશન્સ સાથે હું ખરેખર કનેક્ટ થઈ ગઈ હતી. અશ્વિની પણ તેની ફિલ્મો માટે જાણીતી છે. તેની છેલ્લી ફિલ્મ ‘બરેલી કી બર્ફી’ મને ખૂૂબ જ પસંદ પડી હતી. ‘પંગા’ મારા માટે ખૂબ જ સ્પેશ્યલ ફિલ્મ રહેશે, કારણ કે હું પહેલી વાર નૅશનલ લેવલની કબડ્ડી પ્લેયરની ભૂમિકા ભજવી રહી છું. મારા માટે આ ચૅલેન્જિંગ પાત્ર છે.’

પોતાની ડિરેક્ટોરિયલ ફિલ્મમાં જ કામ કરવાના કંગનાએ લીધેલા નિર્ણયનું શું થયું?

કંગના રનોટે ગયા વર્ષે મેમાં નિર્ણય લીધો હતો કે તે ફક્ત તેના દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મમાં જ કામ કરશે. જોકે તે તેના નિર્ણયનું પાલન નથી કરી રહી. કંગનાની હવે ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ આવવાની છે. આ ફિલ્મની જાહેરાત વારાણસીમાં કરવામાં આવી હતી. આ જાહેરાત દરમ્યાન કંગનાએ તેની ડિરેક્ટર તરીકેની કૉમેડી ફિલ્મ ‘તેજુ’ની જાહેરાત કરી હતી, જેમાં તે ૮૦ વર્ષની વ્યક્તિનું પાત્ર ભજવવાની છે. આ ઇવેન્ટમાં કંગનાએ કહ્યું છે કે તે ૩૦ વર્ષની થઈ ચૂકી છે અને હવે તેની કરીઅરને એક ફિલ્મમેકર તરીકે આગળ વધારવા માગે છે. તેણે એમ પણ કહ્યું હતું કે તે હવે કોઈ દિવસ ઍક્ટિંગ કરશે તો એ ફક્ત તેની પોતાની ફિલ્મ હશે. જોકે ‘મણિકર્ણિકા’ બાદ તેણે રાજકુમાર રાવ સાથે ‘મેન્ટલ હૈ ક્યા’નું શૂટિંગ ચાલુ કર્યું હતું. આ ફિલ્મ બાદ તે વૉલીબૉલ પ્લેયર અને શારીરીક રીતે અક્ષમ પર્વતારોહક અરુણિમા સિંહાની બાયોપિક કરશે એવી જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મ વિશે તો કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ અશ્વિની ઐયર તિવારી સાથેની ‘પંગા’ની જાહેરાત ગઈ કાલે કરવામાં આવી છે. આથી ફરી એ જ સવાલ છે કે તેણે લીધેલા નિર્ણયનું શું થયું?

મણિકર્ણિકાનાં કેટલાંક દૃશ્યો રીશૂટ કરશે કંગના

કંગના રનોટ તેની આગામી ફિલ્મ ‘મર્ણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’નું રીશૂટ આવતા અઠવાડિયે શરૂ કરવાની છે. આ ફિલ્મનાં કેટલાંક ઍક્શન-દૃશ્યોને ફરીથી શૂટ કરવામાં આવશે તેમ જ ફિલ્મની કન્ટિન્યુટી માટે કેટલાંક દૃશ્યો પણ નવેસરથી શૂટ કરવામાં આવશે. આ રીશૂટ ૨૭ ઑગસ્ટથી કર્જતમાં કરવામાં આવશે અને એ દસ દિવસ સુધી ચાલશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK