અમિતાભ બચ્ચન પર બર્થ-ડેની વિશિઝનો વરસાદ

પંચોતેરમી વર્ષગાંઠ પર અમિતાભ બચ્ચન અત્યારે તો મૉલદીવ્ઝમાં કુટુંબ સાથે વેકેશન મનાવી રહ્યા છે, પરંતુ ભારતમાં તેમના ચાહકોએ તેમના પર બર્થ-ડેની શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો છે.

amitabh

બૉલીવુડની સેલિબ્રિટીઝથી માંડીને રાજકારણીઓએ અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી તેમ જ તેમના સારા આરોગ્ય અને લાંબા આયુષ્યની કામના કરી હતી.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, લતા મંગેશકર, આમિર ખાન, રણવીર સિંહ અને રિશી કપૂર જેવી હસ્તીઓએ બુધવારે અમિતાભ બચ્ચનને બર્થ-ડે વિશ કર્યું હતું.

ટ્વિટર પર આ રીતે મળી સિનિયર બચ્ચનને શુભેચ્છાઓ

રામનાથ કોવિંદ : બર્થ-ડે વિશિઝ ટુ અમિતાભ બચ્ચન, જે ફિલ્મ-આઇકન છે તેમ જ સામાજિક હિત અને રાષ્ટ્રનિર્માણની યોજનાઓના અવિભાજ્ય અંગ છે.

નરેન્દ્ર મોદી : હૅપી બર્થ-ડે અમિતાભ બચ્ચન! તેમના સિનેમૅટિક બ્રિલિયન્સ અને સામાજિક કાર્યોમાં ફાળા-ટેકા બદલ ભારતને તેમના પર ગર્વ છે. હું તેમના લાંબા અને સારા જીવન માટે પ્રાર્થના કરું છું.

લતા મંગેશકર : નમસ્કાર. પોતાના અભિનયની પ્રતિભાથી આખા બ્રહ્માંડને એન્ટરટેઇન કર્યું છે એવા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને તેમના જન્મદિને હું મારી શુભેચ્છાઓ પાઠવું છું.

આમિર ખાન : ભારતે જોયેલા અત્યાર સુધીના સૌથી મોટા સુપરસ્ટારને મૅની-મૅની હૅપી રિટન્ર્સ ઑફ ધ ડે! તમારું આરોગ્ય હંમેશાં સારું રહે અને તમને ખુશી મળે અને તમારા જીવનમાં હંમેશાં એક્સાઇટમેન્ટ, ઍડ્વેન્ચર અને ફુલફિલમેન્ટ રહે એવી પ્રાર્થના. તમારી બધી જ ઇચ્છાઓ પૂરી થાય અને તમારાં સપનાંનું લિસ્ટ ક્યારેય પૂરું ન થાય. લવ, યૉર બિગેસ્ટ ફૅન, આમિર.

રણવીર સિંહ : હૅપી અમિતાભ બચ્ચન ડે ટુ ઑલ. ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ.

રિશી કપૂર :
આપણે બન્નેએ સાથે ઘણું જ ઇન્ટરેસ્ટિંગ કામ કર્યું છે. હવે ‘૧૦૨ નૉટ આઉટ’નો ઇન્તેજાર કરો. આ વખતે કૉમિક ડ્રામા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy