CBFCમાંથી સંસ્કારી પહલાજ નિહલાણીની હકાલપટ્ટી

ગીતકાર પ્રસૂન જોષી બન્યા નવા ચૅરમૅન

CBFC

સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના ચૅરમૅનપદેથી પહલાજ નિહલાણીને કાઢી મૂકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ ગીતકાર પ્રસૂન જોષીને CBFCના ચૅરમૅન બનાવવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી પહલાજ નિહલાણી અને બૉલીવુડની ફિલ્મો વચ્ચે ઘણી તકરાર ચાલી રહી હતી. ‘ઇન્દુ સરકાર’ અને ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ જેવી ફિલ્મોના પ્રોડ્યુસરોએ એ માટે ઘણું સહન કરવું પડ્યું હતું તેમ જ શાહિદ કપૂરની ‘ઉડતા પંજાબ’ને લઈને પણ CBFC ખૂબ ચર્ચામાં રહ્યું હતું. એ માટે પહલાજ નિહલાણીને જવાબદાર ગણવામાં આવ્યા હતા. મોટા ભાગની ફિલ્મોનાં દૃશ્યો પર કાતર ચલાવવામાં આવતાં તેમને સંસ્કારી પહલાજ નિહલાણી નામ આપી દેવામાં આવ્યું હતું. હાલમાં નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘બાબુમોશાય બંદૂકબાઝ’ને ઍડલ્ટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોવા છતાં એમાંથી અમુક દૃશ્યો કાઢી નાખવામાં આવ્યાં હતાં. બૉલીવુડની ફિલ્મો સાથે પહલાજ નિહલાણીને સતત મતભેદ થતાં તેમની ચૅરમૅનપદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy