શું સૈફ અલી ખાનનો આ લૂક છે હોલીવુડની કૉપી ?

સૈફ અલી ખાનનો નાગા સાધુ લૂક થઈ રહ્યો છે વાઈરલ

SAIF



વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ'માં પોતાના પાત્રથી દર્શકોને ઈમ્પ્રેસ કરનાર સૈફ અલી અખાન ફરી ચર્ચામાં છે. આ વખતે સૈફ અલી ખાનના ફોટ વાઈરલ થઈ રહ્યા છે. અને તેનું કારણ છે આગામી ફિલ્મનો તેમનો લૂક.

ઈન્ટરનેટ પર સૈફ અલી ખાનની એક તસવીર વાઈરલ થઈ રહી છે, જેમાં તેઓ સાધુના પાત્રમાં દેખાઈ રહ્યા છે. સૈફનો આ લૂક તેની આગામી ફિલ્મ 'હંટર' માટે છે, જેને નવદીપસિંહ ડિરેક્ટ કરી રહ્યા છે. નવદીપ સિંહ આ પહેલા અનુષ્કા શર્માની ફિલ્મ 'NH 10' ડિરેક્ટ કરી ચૂક્યા છે. નાગા સાધુના લૂકમાં સૈફ અલી ખાન ઓળખાઈ નથી રહ્યા. ધોતી, લાલ જેકેટ, હાથમાં સાંકળ, લાંબી દઢી અને આંખોમાં આક્રોશ સાથે સૈફ અલી ખાનના ફોટોઝ ઈમ્પ્રેસિવ છે

ફિલ્મની કથા રાજસ્થાનની છે, અને તેમાં યુદ્ધના દ્રશ્યો પણ છે. રાજસ્થાનના એક ગામમાં શૂટિંગ કર્યા બાદ હવે ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે. કહેવાઈ રહ્યું છે કે મુંબઈના સ્ટુડિયોમાં રાજસ્થાન ઉભુ કરાયું છે. એક ઈન્ટરવ્યુમાં સૈફે કહ્યું હતું કે આ પાત્ર તેમના માટે ખાસ છે કારણ કે આખી ફિલ્મી કરિયરમાં તેમણએ આ પ્રકારનો રોલ નથી કર્યો. સૈફ અલી ખાને ફિલ્મ 'હંટર' માટે તલવારબાજીની અને એક્શન સીન્સની તાલીમ લેવાનું કહ્યું કહ્યું હતું. મનાઈ રહ્યું છે કે આ ફિલ્મમાં VFXનો જબરજસ્ત ઉપયોગ થશે. આ ફિલ્મ માટે સૈફ અલી ખાન સવારે 9 વાગ્યાથી મોડી રાત સુધી શૂટિંગ કરી રહ્યા છે.

SAIF 2


જો કે સૈફ અલી ખાનનો આ લૂક હોલીવુડની ફિલ્મ 'Pirates of the Caribbean'ના પાત્ર જેક સ્પેરો જેવો લાગી રહ્યો છે. એ જ પ્રકારના વાળ, જેકેટની સ્ટાઈલ. સૈફનો આ લૂક જ઼ની ડેપની યાદ અપાવે છે. પાછલા કેટલાક વર્ષોમાં સૈફ અલી ખાને પોતાની ફિલ્મોમાં લૂક માટે ખાસી મહેનત કરી છે. જુદા જુદા પાત્રોની સાથે સાથે તે જુદા જુદા લુકમાં પણ દેખાયા. જેમ કે સેક્રેડ ગેમ્સ, કલાકાંડી, રંગૂન, અને ફેન્ટમ.

ફિલ્મના અન્ય પાત્રોની વાત કરીએ તો હંટરમાં સૈફની સાથે સોનાક્ષી સિંહા પણ છે.  હંટરમાં આર માધવનનો પણ મોટો રોલ હતો, પરંતુ શૂટિંગ શરૂ થતા પહેલા માધવનને ઈજા થઈ જેને કારણે તેમના બદલે માનવ વીજને કાસ્ટ કરાયા છે. માનવને આ પહેલા તમે રેસ થ્રી, નામ શબાના, ફિલ્લૌરી, રંગૂનમાં જોયા હશે. હંટર સિવાય સૈફ અલી ખાન નિખિલ અડવાણીની ફિલ્મ 'બાજાર'માં પણ ચમકશે, જેમાં તેમની સાથે ચિત્રાંગદા સિંહ અને રાધિકા આપ્ટે પણ છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK