કપૂર ફેમિલિને પસંદ છે આલિયા ભટ્ટ, ઋષિ કપૂરે કહ્યું કંઈક આવું

કપૂર ફેમિલિને પસંદ છે આલિયા ભટ્ટ, ઋષિ કપૂરે કહ્યું કંઈક આવું

RISHI KAPOOR



રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વચ્ચે ઈલુ ઈલુની અફવા લાબા સમયથી ચાલી રહી છે. પરંતુ હજી સુધી બંનેએ આ મામલે મૌન નથી તોડ્યું. પરંતુ આલિયા ભટ્ટ સતત રણબીર કપૂરના પરિવારને મળતી રહી છે, જેના ફોટોઝ પણ વાઈરલ થઈ ચૂક્યા છે. હવે રણબીરના પિતા ઋષિ કપૂરે આલિયા ભટ્ટને લઈ ખાસ વાત કહી છે.

ઋષિ કપૂરે એક ઈન્ટરવ્યુમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના સંબંધોને સહમતી આપતા કહ્યું કે રણબીર જેની સાથે લગ્ન કરવા ઈચ્છે તેને પસંદ કરી શકે છે. ઋષિ કપૂરે નિવેદન આપ્યું કે,'આ રણબીરની લાઈફ છએ. તે કોની સાથે લગ્ન કરવા ઈચ્છે છે, એ તેણે નક્કી કરવાનું છે. નીતુને આલિયા ભટ્ટ પસંદ છે. મને પણ પસંદ છે. રણબીરને પણ પસંદ છે. સમજ્યા ? મારા કાકા શમ્મી જી, શશિજી અને મેં જીવનસાથી જાતે પસંદ કર્યા છે. રણબીરને પણ પોતાના લાઈફ પાર્ટનર પસંદ કરવાનો અધિકાર છે.' ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વચ્ચે અફેરના સમાચાર વારંવાર આવતા રહ્યા છે. એટલું જ નહીં રણબીર કપૂરે એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તે આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યા છે. આ ઉપરાંત આલિયા ભટ્ટ ઘણીવાર રણબીરના પરિવાર સાથે નજરે પડી છે. કેટલાક દિવસો પહેલા જ તે રણબીર કપૂરના ફેવરે 8 નંબરની ટી શર્ટમાં દેખાઈ હતી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે દેખાશે. આ ઉપરાંત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્વની ભૂમિકામાં છે. 


આ પણ વાંચોઃ આ એક્ટ્રેસ સાથે કરણ જોહરને કરવા છે લગ્ન, તે પણ કરી ચૂકી છે એકરાર


સોનમ કપૂરના રિસેપ્શનમાં એક સાથે પહોંચ્યા બાદ રણબીર અને આલિયા વચ્ચે ઈલુ ઈલુની ચર્ચા શરૂ થઈ હતી. આ દરમિયાન બંને અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં કામ કરી રહ્યા છે. બસ આ ફિલ્મના શૂટિંગમાં જ બંનેના સંબંધ ગાઢ બની રહ્યા હોવાની ચર્ચા છે. કેટલાક દિવસો પહેલા એક ઈન્ટરવ્યુમાં આલિયા ભટ્ટ સાથેના સંબંધો અંગે વાત કરા રણબીરે કહ્યું હતું, 'હજી આ એકદમ નવું નવું છે, એટલે હું કશું કહેવા નથી માગતો. તેને હજી વધુ સમય જોઈશે. થોડી સ્પેસ જોઈશે. જ્યારે હું તેના કામને જોઉં છું, જ્યારે હું તેની એક્ટિંગ જોઉ છું, કે પછી અંગત જીવનમાં પણ તે કઁઈક એવું કરી રહી છે જે મારી મહત્વાકાંક્ષા છે.'

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK