મુકેશની પુણ્યતિથિ પર જાણો કયા બોલીવુડ સ્ટાર્સનું નિધન વિદેશમાં થયું

મુકેશનું નિધન થયું ત્યારે તેઓ અમેરિકાના ડેટ્રોઈટ શહેરમાં હતા. મુકેશ ત્યાં એક સ્ટેજ પ્રોગ્રામમાં ભાગ લેવા ગયા હતા

stars



27 ઓગસ્ટ એ બોલીવુડના એક જમાનાના ખ્યાતનામ સિંગર મુકેશની પુણ્યતિથિ છે. આ જ દિવસે 1976ના રોજ માત્ર 53 વર્ષની ઉંમરે હાર્ટ એટેકેના કારણે તેમનું નિધન થયું. પોતાના અવાજથી દુનિયાભરમાં ફેમસ થનાર મુકેશના ગીતો આજે પણ આપણા દિલમાં છે.

મુકેશનું નિધન થયું ત્યારે તેઓ અમેરિકાના ડેટ્રોઈટ શહેરમાં હતા. મુકેશ ત્યાં એક સ્ટેજ પ્રોગ્રામમાં ભાગ લેવા ગયા હતા. આ કાર્યક્રમ દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ મૃત્યુ પામ્યો. પહેલી વખત બોલીવુડ સાથે જોડાયેલા કોઈ સ્ટારનું નિધન દેશની બહાર થયું હતું. જો કે મુકેશથી શરૂ થયેલો આ સિલસિલો યથાવત્ જ રહ્યો છે.

shri devi



તમને યાદ હશે કે જ્યારે દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીના નિધનના સમાચાર આવ્યા ત્યારે દેશના નાગરિકો શ્રીદેવીના આકસ્મિક નિધનના કારણે ચોંકી ઉઠ્યા હતા. શ્રી દેવીએ પણ આખરી શ્વાસ વિદેશની ધરતી પર લીધા હતા. દુબઈમાં તે પોતાના ભાણિયા મોહિત મારવાહના લગ્નમાં ભાગ લેવા ગયા હતા. શ્રી દેવીના નિધનના બે દિવસ બાદ તેમનું પાર્થિવ શરીર ભારત લવાયું હતું.

farooq shekh


તમને જણાવી દઈએ કે શ્રીદેવી પહેલા દુબઈમાં અન્ય એક ભારતીય સ્ટારનું પણ મોત થઈ ચૂક્યુ છે. શ્રીદેવી પહેલા વિખ્યાત અભિનેતા ફારુક શેખે પણ દુબઈમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. 27 ડિસેમ્બર, 2019ના દિવસે ફારૂખ શેખના મૃત્યુના સમાચાર દુબઈથી આવ્યા હતા. 65 વર્ષીય અભિનેતા એક કોન્સર્ટમાં ભાગ લેવા દુબઈ ગયા હતા જ્યાં હાર્ટ એટેકથી તેમનું મોત થયું હતું. બીજા જ દિવસે તેમના પાર્થિવ શરીરને ભારત લવાયું, અને અંતિમ સંસ્કાર કરાયા હતા.

dev aanand


દેશની બહાર મૃત્યુ પામનાર સ્ટાર્સની યાદીમાં સદાબહાર અભિનેતા દેવ આનંદ પણ સામેલ છે. 3 ડિસેમ્બર. 2011ની રાત્રે લંડનમાં હાર્ટ એટેકને કારણે દેવ આનંદનું મોત નીપજ્યું હતું. તેઓ 88 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. તેમના નિધન સમયે પુત્ર સુનીલ તેમની સાથે હતા. દેવ આનંદ સાહેબના અંતિમ સંસ્કાર લંડનમાં જ કરાયા હતા.

mehmood



હાસ્ય અભિનેતા અને નિર્માતા મહેમૂદનું મૃત્યુ પણ વિદેશમાં થયું હતું. 71 વર્ષના મહેમૂદ અમેરિકાના ડનમોર, પેન્સિલવેનિયામાં ઉંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ પહેલા તેઓ લાંબા સમયથી હ્રદયની બીમારીથી પીડાતા હતા, તેમનું આરોગ્ય પણ સારુ નહોતું. મહેમૂદ સાહેબના અંતિમ સંસ્કાર મુંબઈમાં થયા હતા.


stars

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK