ગુલશનકુમાર સ્પેશિયલઃકેવી રીતે એક જ્યૂસ વેચનાર વ્યક્તિ બન્યો સંગીતની દુનિયાનો બાદશાહ

ગુલશનકુમારે પોતાની સંપત્તિનો એક હિસ્સો સમાજ સેવા માટે દાન કરી ઉદાહરણ પુરુ પાડ્યુ. તેમણે વૈષ્ણોદેવીમાં એક ભંડારાની સ્થાપના પણ કરી હતી, જે આજે પણ દર્શનાર્થીઓે નિઃશુલ્ક ભોજન આપે છે.

GULSHAN



મુંબઈ
12 ઓગસ્ટ આ દિવસ છે જ્યારે આપણે સંગીતની દુનિયાના બાદશાહ ગુલશનકુમારને ગુમાવી દીધા હતા. જો આજે તે આપણી વચ્ચે હોત તો 62 વર્ષના હોત. તેમના પુત્ર ભૂષણ કુમાર આજે દેશના જાણીતા ફિલ્મ નિર્માતા છે. ગુલશન કુમારે પોતાની તાકાત પર ફિલ્મી સંગીતનો ચહેરો બદલવાનું કામ કર્યું.

એક સમય હતો જ્યારે ફિલ્મી ગીતો કાં તો રેડિયો પર સંભળાતા કે પછી થિયેટરમાં. પરંતુ ગુલશનકુમારની ટી સિરીઝે કેસેટ દ્વારા સંગીતને ઘરે ઘરે પહોંચાડી દીધું. 5 મે, 1956ના રોજ ગુલશન કુમારનો જન્મ દિલ્હીના પંજાબી અરોરા પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ હતું ગુલશન દુઆ. પિતા દિલ્હીના દરિયા ગંજ બજારના ફળ અને જ્યૂસની દુકાન ચલાવતા. પણ અહીંથી શરૂ થયેલી ગુલશનની યાત્રા એક અનોખા સ્થાન પર પહોંચી. હાલ ગુલશન કુમારની બાયોપિકની પણ ચર્ચા ચાલી રહી છે, જેને ટી સિરીઝ અને આમીર ખાન મળીને પ્રોડ્યુસ કરી શકે છે. પહેલા સંભળાતુ હતુ કે બાયોપિકમાં અક્ષય કુમાર ગુલશન કુમારનું પાત્ર ભજવશે, પરંતુ વ્યસ્તતાને કારણે અક્ષય કુમારે આ ફિલ્મ છોડી દીધી છે.

GUSHAN1


ગુલશન કુમારની સ્ટોરી ઝીરોથી હીરો બનવાની છે. તેમણે ઈન્ડિયન મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં એવા સમયે પગ મુક્યો જ્યારે તે ધીરે ધીરે પોપ્યુલર થઈ રહી હતી. મહેનત, દૂર દ્રષ્ટિ અને જુસ્સાથી સંગીત ઉદ્યોગને તેમણે અલગ ઉંચાઈ પર લઈ ગયા. સોનુ નિગમ જેવા સંખ્યાબંધ સિંગર્સને બ્રેક આપી તેમની કરિયર બનાવી દીધી.

ગુલશન કુમારે સુપર કેસેટ્સ લિમિટેડ નામની કંપની બનાવી, જે ભારતની સૌથી મોટી સંગીત કંપની બની જઈ. આ જ સંગીત કંપની અંતર્ગત પાછળથી 'ટી-સિરીઝ'ની સ્થાપના થઈ. આજે 'ટી-સિરીઝ' દેશભરમાં સંગીત અને ફિલ્મ નિર્માણમાં મોટુ નામ છે.

ગુલશનકુમારે પોતાની સંપત્તિનો એક હિસ્સો સમાજ સેવા માટે દાન કરી ઉદાહરણ પુરુ પાડ્યુ. તેમણે વૈષ્ણોદેવીમાં એક ભંડારાની સ્થાપના પણ કરી હતી, જે આજે પણ દર્શનાર્થીઓે નિઃશુલ્ક ભોજન આપે છે. 1992-93નું વર્ષ, આ વર્ષે ગુલશન કુમાર સૌથી વધુ ટેક્સ ચૂકવનાર લોકોના લિસ્ટમાં સામેલ હતા.

GULSHAN2


મનાય છે કે ગુલશનકુમારે મુંબઈ અંડરવર્લ્ડને ખંડણી આપવાનો ઈનકાર કર્યો હતો, જેને પગલે તેમની હત્યા થઈ. 12 ઓગસ્ટ, 1997ના રોજ મુંબઈના એક મંદિરની બહાર ગુલશન કુમાર પર ગોળીબાર થયો. અને બોલીવુડને એક નવી દિશા આપનાર સિતારો ખરી પડ્યો. ગુલશનકુમારના મૃત્યુ બાદ તેમના પુત્ર ભૂષણ કુમારે સુપર કેસેટ્સની જવાબદારી સંભાળી છે. તેમની પુત્રી તુલસી કુમાર પણ એક જાણીતી સિંગર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK