આવી રહી એશ્વર્યા, કેટરીના, દિપીકા, પ્રિયંકાની દિવાળી, જુઓ ફોટોઝ

બુધવારે દેશભરમાં દિવાળીની ધૂમધામથી ઉજવણી થઈ. ત્યારે બોલીવુડ પણ રોશનીના આ પર્વથી ઝગમગી ઉઠ્યુ. તમામ બોલીવુડ અભિનેત્રીઓએ પરિવાર સાથે આ તહેવાર ઉજવ્યો. તો સોશિયલ મીડિયા પર પણ દિવાળીની તસવીરો શેર કરી. ચાલો જુઓ તમારી ફેવરિટ અભિનેત્રીની દિવાળી કેવી રહી ?

katrina kaifસૌથી પહેલા વાત કેટરીના કૈફની. આજે કેટરીના કૈફની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન રિલીઝ થઈ છે. ત્યારે આ દિવાળી કેટ માટે ખાસ છે. કેટરીનાની આગામી ફિલ્મ ઝીરોને લઈને પણ ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ બે મોટી ફિલ્મો સાથે ખુશીઓની ચમક કેટરીના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે.

deepvir


દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ત્યારે આ કપલ સંજય લીલા ભણસાલીના ઘરે પહોંચ્યું હતું. આ તસવીરમાં આગળ દિપીકા તો પાછળ રણવીર દેખઆઈ રહ્યા છે. રણવીર સિંહ ગ્રીન શેરવાની તો દિપીકા જીન્સ અને વ્હાઈટ શર્ટમાં સજ્જ હતી.

aish abhi


એશ્વર્યા રાય બચ્ચને દિવાળી પરિવાર સાથે સેલિબ્રેટ કરી. દિવાળી પૂજન બાદ એશ્વય્રા, અભિષેક અને તેમની પુત્રી આરાધ્યાની એક સેલ્ફી

priyanka chopra


તો પ્રિયંકા ચોપરા મુંબઈમાં પરિવાર સાથે દિવાળી મનાવી રહી હતી. આ તસવીરમાં પ્રિયંકા પોતાની માતા મધુ ચોપરા અને ભાઈ સાથે ખુશહાલ દેખાઈ રહી છે.

madhuri dixit


માધુરી દિક્ષીત માટે પણ આ દિવાળી ખાસ રહી. દિવાળી પર માધુરીનો અંદાજ કંઈક આવો રહ્યો. સાથે હતા તેમના પતિ શ્રી રામ નેને અને મોટો પુત્ર. દિવાલ પર જાણીતા ચિત્રકાર એમ. એફ હુસૈનનું પેઈન્ટિંગ દેખાઈ રહ્યું છે.


karishma kapoor


કરિશ્મા કપૂરની દિવાળી પણ આ ફોટોઝ પરથઈ સમજી શખાય છે. કરિશ્માએ પોતાના પુત્ર અને પુત્રી સમાયરા સાથે દિવાળી પાર્ટી એન્જોય કરી.

ajay kajol


તો કાજોલ અને અજય દેવગણની દિવાળી તસવીર પણ સ્પેશિયલ છે. આ ફોટો કાજોલે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

sara ali khan


સારા અલી ખાન પણ પોતાની માતા અમૃતા સિંહ સાથે દિવાળીની ઉજવણી કરતા દેખાયા. આ વર્ષે કેદારનાથ ફિલ્મથી સારા અલી ખાન બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. ત્યારે ટ્રેડિશનલ ડ્રેસમાં સારા અલી ખાનની ઝલક


આ પણ વાંચોઃ મારો સિમ્બા મારી મીનમ્મા સાથે લગ્ન કરી રહ્યો હોવાની ખુશી છે : રોહિત શેટ્ટી


તમને જણાવી દઈએ કે સૌથી પહેલા શાહરૂખ ખાને પોતાના જન્મદિવસ બાદ દિવાળીની ભવ્ય પાર્ટી આપી હતી. જેમાં તમામ બોલીવુડ સ્ટાર્સ પહોંચ્યા હતા. બાદમાં શિલ્પા શેટ્ટી અને એક્તા કપૂરની દિવાળી પાર્ટી પણ યોજાઈ. તો કરણ જોહર, સંજય દત્ત, સૈફ અલી ખાન, સુશાંત સિંહ સહિતના કલાકારોએ દિવાળી પાર્ટી હોસ્ટ કરી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK