વુમનિયામાં ક્રિતી સૅનનની જગ્યાએ પસંદ કરવામાં આવી ભૂમિ પેડણેકરને?

ક્રિતી સૅનનની ‘વુમનિયા’માં તેની જગ્યાએ હવે ભૂમિ પેડણેકર જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે.

kriti


મોહર બાસુ

અનુરાગ કશ્યપની ‘વુમનિયા’માં ક્રિતીની સાથે તાપસી પન્નુને પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં તાપસી અને ક્રિતી શૂટરની ભૂમિકામાં જોવા મળવાની હતી. જોકે ક્રિતીની જગ્યાએ હવે ભૂમિને પસંદ કરવામાં આવશે એવી ચર્ચા છે. આ ફિલ્મમાં તેઓ બન્ને ૬૦ વર્ષની મહિલાનું પાત્ર ભજવશે અને ફિલ્મને ભૂતકાળમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મને રિયલ લાઇફ પ્રોફેશનલ શૂટર્સ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી રહી છે. ક્રિતી હાલમાં ‘હાઉસફુલ ૪’, ‘પાનીપત’ અને ‘લુકા છુપી’માં વ્યસ્ત છે. તેની આ ફિલ્મોને લઈને ક્રિતી પાસે સમય ન હોવાથી તેની જગ્યાએ ભૂમિને પસંદ કરવામાં આવી હોવાની ચર્ચા છે. ભૂમિએ આ સ્ક્રિપ્ટ વાંચી છે અને તેને પસંદ પડી હોવાની વાતો પણ બહાર આવી છે. આ ફિલ્મ પહેલાં ઑગસ્ટમાં શરૂ થવાની હતી, પરંતુ ભૂમિને ટ્રેઇનિંગ માટે યોગ્ય સમય મળી રહે એ હેતુથી એને હવે ઑક્ટોબરમાં શરૂ કરવામાં આવશે એવી ચર્ચા છે. ભૂમિના પ્રવક્તાનો આ વિશે સંપર્ક કરતાં તેણે કહ્યું હતું કે ‘ભૂમિ હાલમાં ઘણી સ્ક્રિપ્ટ પર કામ કરી રહી છે. સ્ક્રિપ્ટ ફાઇનલ કરતાં જ એની જાહેરાત કરવામાં આવશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK