કમાલ આર. ખાનની ઠેકડી ઉડાવી અમિતાભ બચ્ચને

કમાલ આર. ખાન ફરી ટ્વિટર પર આવ્યો હોવાથી અમિતાભ બચ્ચને તેની ઠેકડી ઉડાવતાં વેલકમ કર્યું હતું.

amitabh

કમાલ આર. ખાન પોતાને સેલ્ફ-ક્રિટિક માને છે અને તેને ટ્વિટર દ્વારા બ્લૉક કરી દેવામાં આવ્યો હતો. ગયા વર્ષે તેણે આમિર ખાનની ‘સીક્રેટ સુપરસ્ટાર’નો ક્લાઇમૅક્સ ટ્વિટર પર જાહેર કરી દીધો હતો અને ત્યાર બાદ તેણે આમિર પર પર્સનલી કમેન્ટ પણ કરી હતી. આ ઘટના બાદ તેનું અકાઉન્ટ બ્લૉક કરી દેવામાં આવ્યું હતું. કમાલ આર. ખાને ત્યારે એવી ધમકી પણ આપી હતી કે તેનું અકાઉન્ટ ફરી શરૂ કરવામાં ન આવ્યું તો તે સુસાઇડ કરશે. જોકે તેનું અકાઉન્ટ શરૂ નહોતું કરવામાં આવ્યું. કમાલ આર. ખાન ઘણી સેલિબ્રિટીઝ વિશે ટ્વિટર પર મનફાવે એમ લખતો જોવા મળ્યો છે, જેને કારણે ઘણી વાર કન્ટ્રોવર્સી પણ થઈ હતી. તેના ફરી ટ્વિટર પર આવવાથી અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘કોઈનાથી પણ અટકાવી ન શકાય એવો અને સીધી વાત કરનારો કમાલ આર. ખાન ફરી ટ્વિટર પર આવી ગયો છે. તમારો સીટબેલ્ટ બાંધીને તૈયાર થઈ જાઓ.’

અમિતાભ બચ્ચનની સાથે અભિષેક બચ્ચન અને રામ ગોપાલ વર્માએ પણ તેની ઠેકડી ઉડાવી હતી.

બિગ બી સાથે ફરી કામ કરવું છે જયા પ્રદાને

નાના પડદા પર એન્ટ્રી કરનાર જયા પ્રદાને ફરી અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની ઇચ્છા છે. ‘પર્ફેક્ટ પતિ’ સિરિયલ દ્વારા જયા પ્રદાએ ટીવીમાં એન્ટ્રી કરી છે. આ સિરિયલને બુધવારે & ટીવી પર રાત્રે સાડાનવ વાગ્યે રજૂ કરવામાં આવી હતી. આ શોની સાથે બીજી તરફ અમિતાભ બચ્ચનની ‘કૌન બનેગા કરોડપતિ’ની દસમી સીઝન સોની ટીવી પર રાત્રે નવ વાગ્યે શરૂ થઈ છે. આ શો એક કલાકનો છે અને જયા પ્રદાની સિરિયલ અડધા કલાકની, આથી બન્ને શોનો સમય એક જ છે એમ કહેવું ખોટું નથી. આ વિશે જયા પ્રદાએ કહ્યું હતું કે ‘એક જ દિવસે અમારા શોનું પ્રીમિયર થવું એ એક સંયોગ કહી શકાય. અમિતજી અને મારા ખૂબ જ જૂના સંબંધો છે, જેના માટે હું અમારી ફિલ્મોની આભારી છું. તેઓ ખરેખર અદ્ભુત કલાકાર છે અને તેમની સાથે કામ કરવું હંમેશાંથી જ સારો અનુભવ રહ્યો છે. મારી શુભેચ્છા હંમેશાં તેમની સાથે જ રહેશે. સારી તક મળી તો હું તેમની સાથે ફરીથી કામ કરવા માટે તૈયાર છું, પરંતુ કેવી ઑફર કરવામાં આવે છે એના પર આધાર રાખે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK