ઓશોની જગ્યાએ ગુલશનકુમાર બનશે આમિર?

મોગલને કો-પ્રોડ્યુસ કરવાની સાથે-સાથે ફિલ્મમાં ઍક્ટિંગ પણ કરશે એવી ચર્ચા છે

amir khan



મોહર બાસુ

આમિર ખાન હવે ઓશોની જગ્યાએ ગુલશનકુમાર બનશે એવી ચર્ચા ચાલી રહી છે. ગુલશનકુમારની બાયોપિક ‘મોગલ’ માટે અક્ષયકુમારને પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે ફિલ્મ છોડી દીધી હતી. તેણે આ ફિલ્મ છોડ્યા બાદ આમિર ખાન ફિલ્મના કો-પ્રોડ્યુસર તરીકે આવ્યો હતો. જોકે હવે એવી ચર્ચા છે કે તે આ ફિલ્મમાં ઍક્ટિંગ પણ કરવા માગે છે. આ સાથે જ આમિરને આચાર્ય રજનીશની બાયોપિકની પણ ઑફર થઈ હતી. ‘મોગલ’ માટે ભૂષણકુમાર અને આમિર બન્ને કોને પસંદ કરવો એ માટે ઘણા સમયથી ચર્ચા કરી રહ્યા હતા. જોકે આ માટે તેમને કોઈ ઍક્ટર ન મYયો હોવાથી આમિર પોતે ફિલ્મ કરશે એવું તેણે નક્કી કર્યું હોવાની વાતો બહાર આવી રહી છે. આ ફિલ્મની ફાઇનલ ãસ્ક્રપ્ટ પર કામ ચાલી રહ્યું છે અને એમાં જ્યાં જરૂર પડે ત્યાં આમિર તેના ઇનપુટ આપી રહ્યો છે. આમિર હાલમાં ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ના પોસ્ટ-પ્રોડક્શનમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું કામ પૂરું થયા બાદ તે ‘મોગલ’ની ફાઇનલ ãસ્ક્રપ્ટ હાથમાં લેશે. આમિરે ‘મોગલ’ને પસંદ કરવા પાછળનું કારણ ઓશોની લુક-ટેસ્ટ પણ હોવાની ચર્ચા છે. ઓશો માટે આમિરે ઘણી વાર લુક-ટેસ્ટ આપી હતી, પરંતુ તેને એ પસંદ ન પડ્યો હોવાથી તેણે ફિલ્મ ન કરવાનો નિર્ણય લીધો હોય તો નવાઈ નહીં. આ સાથે જ તે ‘મહાભારત’ પર પણ કામ કરી રહ્યો છે. ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ બાદ તે કઈ ફિલ્મ પર કામ કરશે એની જાહેરાત આ વર્ષના અંત સુધીમાં કરવામાં આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK