ઠગ્સ ઑફ હિન્દોસ્તાંના VFXના કામ વિશે જાણવાની જરૂર છે

ઠગ્સ ઑફ હિન્દોસ્તાંને લીક-પ્રૂફ બનાવવા માટે બે વર્ષ પહેલાં આદિત્ય ચોપડાએ શરૂ કરી VFX કંપની

aditya

મોહર બાસુ

યશરાજ ફિલ્મ્સની ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ બૉલીવુડની સૌથી મોટી બિગ બજેટ ફિલ્મ છે અને એમાં સ્પેશ્યલ ઇફેક્ટ્સનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિઝ્યુઅલ ઇફેક્ટ્સના કામ માટે પોસ્ટ-પ્રોડક્શન VFX સ્ટુડિયોમાં થાય છે અને એ માટે ફિલ્મને બહાર આપવી પડે. એમાં ફિલ્મનું ફુટેજ લીક થવાનો ડર રહે છે. આથી આવું થતું અટકાવવા માટે યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપડાએ ૨૦૧૬માં જ પોતાની VFX કંપની YVFX શરૂ કરી દીધી હતી. યશરાજ ફિલ્મ્સની ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ને વિવિધ પ્લૅટફૉર્મ પર લીક થતી અટકાવવા માટે તેમણે બહાર કોઈને સ્જ્હ્નું કામ ન આપતાં ઇન હાઉસ VFX કંપની શરૂ કરી દીધી હતી.

‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ યશરાજ ફિલ્મ્સની માત્ર બિગ બજેટ ફિલ્મ નથી. એ બૉલીવુડની ગ્રેટેસ્ટ ફિલ્મ પુરવાર થવાની છે. આદિત્ય ચોપડાએ બે વર્ષ પહેલાં જ ડિરેક્ટર વિજય ક્રિષ્ન આચાર્ય સાથે આ ફિલ્મ પર કામ કરવાની શરૂઆત કરી હતી. આદિત્ય, વિક્ટર અને આમિર ખાને ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’માં સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. સાથે જ ફિલ્મને વિઝ્યુઅલ ઇફેક્ટ્સની દૃષ્ટિએ અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. ‘૨.૦’ના સ્જ્હ્ને કારણે ફિલ્મની રિલીઝ મોડે પડે છે અને ‘બાહુબલી’નાં ફુટેજિસ પણ લીક થયાં હતાં. તેથી આદિત્ય ચોપડાએ પોતે ચાંપતી નજર રાખીને ફિલ્મના VFX પર કામ કરવાનો નિર્ણય લીધો હતો. ઇન હાઉસ કામ થવાથી ફિલ્મ લીક થવાની શક્યતા ઘટી જાય છે. ફિલ્મને સમયસર રિલીઝ કરવામાં આવે એ માટે શૂટિંગની સાથે-સાથે ફિલ્મના VFX પર પણ કામ શરૂ કરવામાં આવ્યું છે. ફિલ્મનું હાલ પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યુ છે. ફિલ્મની ટીમે જે દિવસથી શૂટ શરૂ થયું છે એ જ દિવસથી ફુટેજિસ પર એડિટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ વિશ્વના લોકો માટે એક અદ્ભુત અનુભવ રહેશે. આ ઇન હાઉસ કંપનીએ અગાઉ ‘સુલતાન’ અને ‘ટાઇગર ઝિંદા હૈ’ પર પણ કામ કર્યું હતું. જોકે આ પહેલી વાર હશે કે તેઓ આઇમૅક્સ માટે આ નવી પહેલ કરવાના છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK