રણબીર-આલિયાનાં લગ્ન ૨૦૨૦માં થશે?

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પ્રેમનો એકરાર કરી દીધો છે, પણ હવે બન્નેનાં લગ્નની રાહ જોવામાં આવી રહી છે અને એવું લાગી રહ્યું છે કે ૨૦૨૦માં તેમનાં મૅરેજ થઈ જશે.

ranbir

આલિયાએ થોડા દિïવસ પહેલાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે જલ્દી લગ્ન કરવા માગે છે. રણબીર કપૂરે પણ એક ચૅટિંગ વખતે જલદી લગ્ન કરવાની વાત કરી હતી.

આલિયા ભટ્ટ હાલમાં કરીઅરના અગત્યના પડાવ પર છે અને તે રણબીરને ખૂબ પ્રેમ કરે છે. છેલ્લા બે-ત્રણ મહિïનાથી સંબંધોને લઈને તેઓ ખાસ્સા ચર્ચામાં છે. તેમણે સંબંધોને છુપાવ્યા નથી અને મીïડિયા સામે આïવતાં પણ તેમને કોઈ સંકોચ નથી. રણબીરની મમ્મી નીïતુ કપૂર પણ આલિયાને ખૂબ પસંદ કરે છે. આલïયા પણ રણબીરના પરિïવારની પþïશંસા કરે છે. થોડા દિïવસ પહેલાં તે રણબીરની ફૅમિïલી સાથે ડિïનર પર પણ ગ્રઈ હતી. તેઓ બન્ને હાલમાં ફિïલ્મ ‘બþïહ્માસ્ત્ર’માં સાથે કામ કરી રહ્યાં છે.

બાહુબલી જેવી નથી બ્રહ્માસ્ત્ર : રણબીર

રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન અયાન મુખરજીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કરી રહ્યા છે અને ૨૦૧૯માં ૧૫ ઑગસ્ટે આ ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મ ત્રણ ભાગમાં બની રહી છે અને પહેલો ભાગ હાલમાં તૈયાર થઈ રહ્યો છે. આ ફિલ્મ વિશે બોલતાં રણબીર કપૂરે કહ્યું હતું કે ‘મારા મિત્ર અયાને આ ફિલ્મ સ્ક્રીપ્ટ લખવામાં પાંચ વર્ષનો સમય લીધો છે. આ એક નવા યુગની ફિલ્મ છે. એ સુપરનૅચરલ ફિલ્મ છે જેમાં આધુનિક યુગની પરી કથા છે. એના તમામ પાત્રો સુપર નૅચરલ પાવર ધરાવે છે. આ ફિલ્મમાં મુંબઈની વાર્તા છે અને એ ‘બાહુબલી’ જેવી જરાય નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy